શ્રદ્ધાના અફેર સાચા કે અફવા?

જે રીતે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સફળતાનાં શિખરો સર કરી રહી છે તે જ રીતે એટલી જ ઝડપથી તેના પ્રેમ પ્રસંગની ચર્ચાઅો પણ સામાન્ય બની છે. ક્યારેક અાદિત્ય રોય કપૂર તો ક્યારેક સિંદ્ધાર્થ મલ્હોત્રા કે ક્યારેક વરુણ ધવન સાથે તેનું નામ જોડાય છે. હદ તો ત્યારે થઈ જ્યારે શ્રદ્ધાનું નામ ફરહાન અખ્તર સાથે જોડવામાં અાવ્યું. અાદિત્ય રોય કપૂર સાથે તેણે ‘અાશિકી-૨’, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘એક વિલન’, વરુણ ધવન સાથે ‘એબીસીડી-૨’ અને હવે ફરહાન અખ્તર સાથે નામ એટલે જોડાઈ રહ્યું છે, કેમ કે બંને સાથે ‘રોકઅોન-૨’માં કામ કરી રહ્યાં છે.
ક્યારેક ક્યારેક અા પ્રકારના પ્રેમ પ્રસંગોની ચર્ચાઅો પબ્લિસિટી સ્ટંટ માટે કરવામાં અાવે છે, પરંતુ સંબંધોની ચર્ચાઅો સંપૂર્ણ રીતે નકારી પણ ન શકાય. શ્રદ્ધા કપૂરે જ્યારે અલગ રહેવાની વાત કરી ત્યારે પિતા શક્તિ કપૂરે તેને અલગ રહેવાની વાત કરી દીધી. શક્તિ કપૂરે ફિલ્મમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા છે. ઇન્ડસ્ટ્રીમાં દરેક પહેલુઅોથી તે સારી રીતે પરિચિત છે. તેથી તેના મનમાં અે વાતની ચિંતા છે કે શ્રદ્ધા જો તેમનાથી દૂર રહેવા ગઈ તો તેના અફેરની ચર્ચાઅોને વધુ વેગ મળશે તે તેના માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. •

You might also like