શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખનાર અનંત સુખ પામે છે

બહૃસ્પતિ કહે છેઃ ‘શ્રાદ્ધ વિષયક ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષદૃષ્ટિથી જોઇને એમનામાં અશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારે બાજુ અંધકારથી ઘેરાઇને ઘોર નરકમાં પડે છે.’
યોગથી જે દ્વેષ કરનારા છે તેઓ સમુદ્રમાં કીડો થઇને ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી સ્થિત રહે છે.
ભૂલથી પણ યોગીઓની નિંદા તો કરવી જ ન જોઇએ કારણ કે યોગીઓની નિંદા કરવાથી ત્યાં જ કૃમિ થઇને જન્મ ધારણ કરવો પડે છે.
યોગપરાયણ યોગેશ્વરોની નિંદા કરવાથી મનુષ્ય ચારે બાજુ અંધકારથી છવાયેલા અત્યંત ઘોર નરકમાં ચોક્કસ જાય છે. આત્માને વશમાં રાખનારા યોગેશ્વરોની નિંદા જે મનુષ્ય સાંભળે છે એ ચિરકાળપર્યંત કુંભીપાક નરકમાં નિવાસ કરે છે એમાં જરા પણ સંદેહ નથી. યોગીઓ પ્રત્યે દ્વેષની ભાવના મનસા, વાચા, કર્મણા સર્વથા વર્જિત છે. જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલી પોતાની માને વાછરડું શોધી લે છે એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્ર ત્યાં જ પહોંચાડી દે છે કે જ્યાં એનો અધિકારી જીવ સ્થિત હોય છે.
પિતૃઓનું નામ ગોત્ર અને મંત્ર શ્રાદ્ધમાં આપેલા અન્નને એમની પાસે લઇ જાય છે, પછી ભલે તેઓ ગમે તે યોનિઓમાં કેમ ન ગયા હોય. શ્રાદ્ધના અન્નાદિથી એમની તૃપ્તિ થાય જ છે. પરમેષ્ઠી બ્રહ્માએ આ જ પ્રકારના શ્રાદ્ધની મર્યાદા સ્થાપિત કરી છે.
જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાભાવથી, ક્રોધને વશમાં રાખીને, લોભ વગેરેથી રહિત થઇને આ શ્રાદ્ધના માહાત્મ્યનું શ્રવણ કરે છે એ અનંત કાળપર્યંત સ્વર્ગ ભોગવે માહાત્મ્યનું શ્રવણ કરે છે એ અનંત કાળપર્યંત સ્વર્ગ ભોગવે છે. સમસ્ત તીર્થો અને દાનોનાં ફળોને એ પ્રાપ્ત કરે છે. સ્વર્ગપ્રાપ્તિ માટે આનાથી શ્રેષ્ઠ બીજો કોઇ ઉપાય નથી.
આળસરહિત થઇને પર્વોમાં જે મનુષ્ય આ શ્રાદ્ધ વિધિનો પાઠ સાવધાનીપૂર્વક કરે છે એ મનુષ્ય પરમ તેજસ્વી સંતતિવાળો થાય છે અને દેવતાઓ સમાન પવિત્ર લોકની અેને પ્રાપ્ત થાય છે. જે અજન્મા ભગવાન સ્વયંભૂ (બ્રહ્મા)એ શ્રાદ્ધની પુનિત વિધિ
બતાવી છે એમને આપણે નમસ્કાર કરીએ છીએ! મહાન
યોગેશ્વરોનાં ચરણોમાં આપણે સર્વદા પ્રણામ કરીએ છીએ! •

You might also like