મારિયા શારપોવા રિયો ઓલમ્પિકમાંથી બહાર

લોસેન : મારિયા શારપોવા પર ડોપિંગનાં આરોપ બાદ બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેની વિરુદ્ધ મારિયાએ અપીલ કરી જેની સુનવણીની તારીખ સપ્ટેમ્બર સુધી ટળી ગઇ છે. જેનાં પગલે રશિયાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી રિયોમાંથી આપોઆપો બહાર થઇ ગઇ છે. 29 વર્ષીય મારિયા શારપોવાએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત દવા મેલ્ડોનિયમનાં સેવન માટે દોષીત ઠરી હતી. શારપોવાની પ્રતિષ્ઠાને આ ઘટનાં બાદ ઘણું નુકસાન થયું હતું.

મારિયા શારપોવા અને ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનની વચ્ચે તે બાબત પર સંમતી છે કે સીએએસનાં નિર્ણય સપ્ટેમ્બર 2016 સુધી ટાળી દેવામાં આવે. સીએએસની તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવાયું કે સંબંધિત પક્ષ પોતાની રજુઆત માટે વધારે સમય ઇચ્છે છે માટે સુનવણીને સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. તમામ પક્ષોએ આ મુદ્દે કોઇ ઉતાવળે નિર્ણય નહી લેવા માટે સંમતી વ્યક્ત કર છે. આ મુદ્દે 19 સપ્ટેમ્બર 2016 સુધીમાં ચુકાદો આવવાની આશા છે. અત્યાર સુધી આશા હતી કે 18 જુલાઇ સુધીમાં ચુકાદો આવી જશે. મારિયા શારાપોવાને આશા હતી કે ઓલમ્પિકને સૌથી પહેલા તેનાં પક્ષમાં ચુકાદો આવશે અને તે રશિયન ટેનિસ ટીમનો હિસ્સો બની શકશે.

રિયો ઓલમ્પિક રમતોમાં રશિયા ભાગ લેશે કે કેમ તે અંગે જ સંશય છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની તરફથી રશિયાની ટ્રેક એન્ડ ફીલ્ડ ટીમો પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ હોવાનાં આરોપવાળો રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ તેનાં પર રિયોરમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગી શકે છે. રશિયાનાં રમતમંત્રીએ કહ્યું હતું કે તેને ટ્રેક અને ફિલ્ડની સંચાલન સંસ્થાનો ચુકાદો મળી ચુક્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશનાં પ્રતિબંધ હટાવવા માટે કાંઇ નથી કર્યું.

You might also like