મારિયા શારાપોવાને વિશ્વ રેન્કિંગમાંથી બહાર કરી દેવાઈ

મોસ્કોઃ મહિલા ટેનિસ સંઘ (WTA)એ વિશ્વની ભૂતપૂર્વ નંબર વન રશિયન ટેનિસ સુંદરી મારિયા શારાપોવાને વિશ્વ રેન્કિંગમાંથી બહાર કરી દીધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડોપિંગમાં દોષી ઠર્યા બાદ પ્રતિબંધિત કરાયેલી મારિયા શારાપોવા પાછલાં છ સપ્તાહથી વિશ્વ રેન્કિંગમાં ૯૩મા ક્રમાંક પર હતી. રશિયન ટેનિસ સંઘે જણાવ્યું કે શારાપોવા આગામી વર્ષે ત્રણ ટૂર્નામેન્ટ રમ્યા બાદ પોતાના પ્રદર્શનના આધાર પર સિંગલ રેન્કિંગમાં સામેલ થશે. તેણે રેકિંગ હાંસલ કરવાનો ક્વોટા ગુમાવી દીધો છે. રેન્કિંગમાં સામેલ થવા માટે એક વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ ટૂર્નામેન્ટ રમવી પડે છે, મારિયા આવું કરી શકી નથી. શારાપોવા પર શરૂઆતમાં બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ રમત પંચાટે ગત ૪ ઓક્ટોબરે તેના પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ઘટાડીને ૧૫ મહિનાનો કરી દીધો હતો.

You might also like