શરદ યાદવ, મીસા ભારતી અને રામ જેઠમલાણીને મળી રાજ્યસભામાં એન્ટ્રી

નવી દિલ્હી: બિહારમાં સત્તાધીન મહાગઠબંધનના ચારેય ઉમેદવારોને રાજ્યસભામાં એન્ટ્રી મળી ગઇ છે. રાજ્યમાં જેડીયૂના કોટામાંથી શરદ યાદવ, આરસીપી સિંહ, જ્યારે આરજેડીના કોટામાંથી લાલૂ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી નિર્વિરોધ રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપમાંથી ગોપાલ નારાયણ સિંહને નિર્વિરોધ રાજ્યસભા માટે ચૂંટી લીધા છે.

બિહારમાં વિધાન પરિષદના 7 સભ્યની નિર્વિરોધ ચૂંટાયા છે. મહાગઠબંધના ચારેય ઉમેદવારોએ સોમવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. મહાગઠબંધન તરફથી વિધાન પરિષદ માટે પાંચ ઉમેદવારો, જ્યારે ભાજપના બે ઉમેદવારોએ પણ નામાંકન કર્યું હતું.

રસપ્રદ વાત એ છે કે આરજેડીના કોટામાંથી રાજ્યસભા માટે પૂર્વ મુખ્યમંત્રી અને લાલૂ યાદવની પત્ની રાબડી દેવીના નામની પણ ચર્ચા હતી, પરંતુ અંતિમ સમયે રાબડી દેવીના બદલે તેમની પુત્રી મીસાનું નામ આગળ આવ્યું છે. રાબડીના નામ પર મોહર લગવાની સ્થિતિમાં લાલૂએ કહ્યું કે ‘તે ચૂંટણી લડવા માંગતી નથી. પુત્રી મીસા ડોક્ટર છે અને રાજ્યસભા માટે યોગ્ય ઉમેદવાર છે.’

તમને જણાવી દઇએ કે મીસા ભારતી રાજકારણમાં નવી નથી. તેમણે 2014માં પાટલીપુત્રથી લોકસભાની ચૂંટણી લડી, જેમાં તેમને 3 લાખ 40 હજાર વોટ મળ્યા હતા. જો કે તે જીતી શકી ન હતી.

લાલૂએ સીનિયર એડવોકેટ રામ જેઠમલાણીની પ્રશંસા કરી છે. આરજેડી પ્રમુખે કહ્યું કે ‘તેમના જેવા યોગ્ય લોકો દેશમાં ઓછા છે.’ જેઠમલાણીએ પણ લાલૂને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે મોદીને તેમની પાસેથી ખૂબ આશા હતી, પરંતુ તે આશા પર ખરા ઉતર્યા નહી.

You might also like