નીતિશના નિર્ણય વિરુદ્ધ શરદ યાદવ, નારાજ JDU નેતાઓની બોલાવી બેઠક

નવી દિલ્હી: બિહારમાં મહાગઠબંધન સરકારનો હાથ છોડીને ભાજપનો હાથ પકડીને સરકાર બનાવવાના જેડીયૂ નેતા નીતીશ કુમારના આ સ્ટેપથી એમની પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ નાખુશ છે. બુધવારે સાંજે નીતીષના મહાગઠબંદનથી અલગ થવાને લઇને એમના ભાજપ સાથેના ગઠબંધન કરવા સુદી શરદ યાદવે કોઇ પ્રતિક્રિયા આપી નહતી. મહાગઠબંનના પ્રમુખ ઘટક આરજેડી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની પ્રતિક્રિયા બાદ શરદ પવારને લઇને સમાચાર મળી રહ્યા છે કે એમણે સાંજે 5 વાગ્યે એમના ઘરે જેડીયૂ નેતાઓની બેઠક બોલાવી છે.

મળતી માહિતી અનુસાર આ બેઠકમાં નીતીશ કુમારના નિર્ણયથી નારાજ નેતાઓ પણ હાજર રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શરદ યાદવ આ બાબત પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. જેડીયૂમાં નીતીશના આ નિર્ણય વિરુદ્ધ સૌથી પહેલા જેડીયૂના રાજ્યસભા સાંસદ અલી અનવરે અવાજ ઉઠાવ્યો. અલી અનવરે કહ્યું કે મારો ઝમીર મને ભાજપની સાથે જતા રોકે છે.

આરજેડી પ્રમુખ લાલૂ યાદવે તો નીતીશને લઇને ઘણા ખુલાસાઓ કર્યા. એમણે કહ્યપં કે નીતીશએ માત્ર સત્તા માટે એમના પરિવાર પર ખોટા દરોડા પડાવડાવ્યા. એમણે કહ્યું કે તેજસ્વી યાદવ પણ સીબીઆઇએ ખોટો મુદ્દો દાખલ કરીને સુશીલ મોદી દ્વારા તેજસ્વી વિરુદ્ધ રાજીનામાની વાત કહેવડાઇ.

નીતીશના શપથ ગ્રહણ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નીતીશ કુમારે અમને દગો આપ્યો છે. સ્વાર્થ માટે લોકો કંઇ પણ કરી નાંખે છે. રાહુલે કહ્યું કે હું પહેલાથી જ જાણતો હતો કે આ વધારે લાંબો સમય સુધી ટકી શકશે નહીં. હિંદુસ્તાનના રાજકારણની આ જ સમસ્યા છે કે રાજનેતાઓ સ્નાર્થ માટે કંઇ પણ કરી શકે છે.

અમારા ગઠબંધનને ભઆજપ વિરુદ્ધ જનાદેશ મળ્યો. બિહારની જનતાએ મોદી અને અમિત શાહને ખાલી હાથ પરત મોકલ્યા હતા. અમને જનતાએ બિહારથી સાંપ્રદાયિક તાકતોથી દૂર કરવા માટેનો જનાદેશ મળ્યો હતો પરંતુ નીતીશ કુમાર આજે સાંપ્રદાયિક તાકતોને જઇને મળ્યા.નીતીશ સતત મોદીને મળતા રહ્યા.

http://sambhaavnews.com/

You might also like