યૌવનનો થનગનાટઃ શરદ પૂર્ણિમા, શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ

આસો સુદ પૂનમ, શરદ પૂનમ તરીકે ઓળખાય છે, આ રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય છે અને ચંદ્ર પૃથ્વીથી ખૂબ નજીક હોય છે તેથી ચંદ્ર કિરણોમાંથી અમૃત વર્ષા થાય છે.
એવી માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે ચાંદનીમાં લક્ષ્મી માતા એમના વાહન ઘુવડ પર બેસી પૃથ્વી બ્રહ્મણ કરી જોવે છે કોણ રાત્રે જાગી તેની ભક્તિ કરે છે , તેથી તેને કોજાગર (કોણ જાગે છે) પૂર્ણિમા પણ કહે છે.માન્યતા પ્રમાણે જે રાત્રે જાગીને લક્ષ્મી માતાની ભક્તિ કરે છે મા તેને ધન-ધાન્ય થી સંપન્ન કરે છે.હિંદુ ધર્મની માન્યતા પ્રમાણૅ દેવી દેવતાઓનું અત્યંત પ્રિય બ્રહ્મકમળ પણ આ દિવસે ખીલે છે.શ્રીકૃષ્ણે એટલે જ આ રાત્રે મહારાસલીલા રચી હતી.શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરૂપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. આ દિવસે લોકો પોતાની અગાસી પર બેસીને દૂધ પૌંઆની ઉજવણી કરે છે. ચંદ્રમાંથી નીકળનારાં કિરણો સીધી દૂધ પૌંઆ પર પડે છે.ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ પૌંઆ ઔષધીય ગુણો મળે છે.
આર્યુવેદમાં આ રાતનું વિશેષ મહત્વ છે. શ્વાસ રોગની ઔષધિયો શરદ પૂનમની રાતે જ રોગીને આપવાનું વિધાન છે.શરદ પૂનમ આવો જ આનંદ ઉઠાવવાનો દિવસ છે. દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રિની રૂમઝૂમની વિદાય વચ્ચેની આ રઢિયાળી રાત એટલે શરદ પૂનમ. આ દિવસે લોકો ખાસ મોટા રાસ ગરબાનું આયોજન કરે છે. આ દિવસે લોકો પોતાની અગાસી પર બેસીને બટાકા પૌંઆ અને દૂધ પૌઆની ઉજવણી કરે છે. કેટલીક જગ્યાઓએ તો બટાકા અને પૌંઆની વાનગીઓની મોટી પાર્ટીઓ રાખવામાં આવે છે.
પૂનમની રાતે શું ખાવું એ તો આપણે સૌ જાણીએ જ છીએ હવે થોડું તેનુ ધાર્મિક મહત્વ પણ જાણી લઈએ.
શરદ પૂનમની રાત એટલે ચાંદની રાત, ઠંડો પવન અને અમૃત વરસાવતું આકાશ. આયુર્વેદમાં આ રાતનું વિશેષ મહત્વ છે. શ્વાસ રોગની ઔષધિ શરદ પૂનમની રાતે જ રોગીને આપવાનું વિધાન છે. કહેવાય છે કે આ રાત્રિએ આકાશમાંથી અમૃત વર્ષા થાય છે.
શરદ પૂનમની રાતે જ રાસરચૈયા શ્રીકૃષ્ણ ભગવાન પોતાની મોહિની મુસ્કાનથી ગોપીયોને મોહિત કરતા હતા. બાંસુરી વગાડીને તેમને મદહોશ કરી દેતા હતા. ચાંદની રાતમાં મહારાસનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં ગીત સંગીત અને નૃત્યનો સંગમ જોવા મળતો. આજે ભલે આપણે આ પ્રકારનું કોઈ આયોજન ન કરતા હોય પણ પૂનમના રાતની ચાંદનીની છટા તો આજે પણ એવી જ જોવા મળે છે.
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
આ પૂનમને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે. શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખ નીરોગી બને છે. આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે. મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકિ જયંતી તરીકે ઉજવાય છે.
પ્રેમ મુદ્દિત મનસે કહો શ્રી રામ રામ રામ પાપ કરે દુઃખ મિટે લેકે રામ નામ ।। (તુલસીદાસ)
શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગનાટ છે ગમે તેવી ઋતુ છે. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક, શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં આવે છે કે શરદ પૂનમની રાત્રે સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂનમને ઘણા રાસ પૂનમ કહે છે. વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે.
શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા. ઠાકોરજીની આ વેણું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે. જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે. વ્રજ ેએટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે. ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ ?•

You might also like