અફઘાનિસ્તાન-MCC વચ્ચે લોર્ડ્સમાં ઐતિહાસિક મેચ રમાઈ

લંડનઃ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને રમવાની એક શાનદાર તક મળી અને બ્રેન્ડન મેક્કુલમની કેપ્ટનશિપવાળી એમસીસી સામે મેચ રમાઈ, જોકે વરસાદને કારણે મેચ પૂરી રમાઈ શકી નહોતી. એમસીસીએ પહેલી બેટિંગ કરતાં ૪૦ ઓવરમાં સાત વિકેટે ૨૧૭ રનનો સાવ સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ફક્ત પાંચ ઓવર જ રમી શકી અને તેનો સ્કોર એક વિકેટે ૩૧ રન હતો. આઇસીસી તરફથી ટેસ્ટ મેચ રમવાનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અફઘાનિસ્તાનને આ ઐતિહાસિક મેચ રમવાની તક મળી હતી.

MCC (મેરિલિબોન ક્રિકેટ ક્લબ)ના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણ કર્યો હતો. વરસાદને કારણે ૫૦ ઓવરની મેચને ઘટાડીને ૪૦ ઓવરની કરી દેવાઈ હતી. એમસીસીના સેમ હેનના શાનદાર ૭૬ રનની મદદથી ૨૧૭ રન બનાવ્યા હતા. સમિત પટેલે પણ ૫૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. બ્રેન્ડન મેક્કુલમ (૫ રન), િમસબાહ ઉલ હક (સાત રન) અને શિવનારાયણ ચંદરપૌલ (૨૨) બહુ મોટું યોગદાન આપી શક્યા નહોતા. જ્યોર્જ ડોકરેલે ૧૫ અને યાસિર શાહે ૧૦ રન બનાવ્યા હતા. ક્રિસ રીડ (પાંચ રન) પણ ફ્લોપ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી શાપૂર ઝદરણે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ગુલબદીન નૈબે બે અને રાશિદ ખાને એક વિકેટ ઝડપી હતી.

જવાબમાં અફઘાનિસ્તાનને ત્રીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેમની શરૂઆત ઘણી ઝડપી હતી, જોકે વરસાદે મહેમાન ટીમને આ ઐતિહાસિક મેચને જીતવાની તક આપી નહોતી, આખરે મેચને રદ કરી દેવાની ફરજ પડી ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર એક વિકેટે ૩૧ રન હતો.
http://sambhaavnews.com/

You might also like