મારો પુત્ર એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો અમારા રાજકીય સબંધ પૂર્ણઃ શંકરસિંહ

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં પુત્ર અને બાયડનાં પૂર્વ ધારાસભ્ય કહેવાતાં મહેન્દ્રસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ મૂકયો હતો. શંકરસિંહ વાઘેલાએ આજે ઘણાં સમય બાદ પત્રકારોને સંબોધ્યાં હતાં. તેમનાં પુત્ર ભાજપમાં ગયાં બાદ તેમને પત્રકાર પરિષદ સંબોધી હતી.

તેમને પત્રકાર સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, મહેન્દ્રને સલાહ આપી હતી કે, મેચ્યોર પોલિટિશિયન બનો, મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા તે મામલે ભાજપનાં નેતાઓએ મારો સંપર્ક કર્યો નથી અને મહેન્દ્રસિંહનાં પર ભાજપનાં નેતાઓનું વધારે દબાણ હોવાંથી તેઓ ભાજપમાં જોડાયાં છે.

મહેન્દ્રસિંહને શંકરસિંહે ટકોર કરી કે, તેમને પોતાનાં સમર્થકો સાથે ચર્ચા કરીને પગલું ભરવું જોઈતું હતું. કાર્યકરોનાં જોરે જ મોટા નેતા બની શકાય છે. હજુ મને કોંગ્રેસનાં મિત્રો કોંગ્રેસમાં આવવા માટે કહી રહ્યાં છે. મેં જયારે કોંગ્રેસ છોડી ત્યારે કાર્યકરોની આંખમાં પણ આસું હતાં અને તેમનાં ભાજપમાં જવાંથી ભાજપ એમ ન માને કે હું ભાજપ સાથે છું.

આ ઉપરાંત તેમને કહ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ સક્રિય થવાનાં છે અને હું કોંગ્રેસમાં હોત તો 100 ટકા કોંગ્રેસની સરકાર બની હોત. બાદમાં તેમને આડકતરી રીતે મહેન્દ્રસિંહ સામે નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું કે, મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રનો સબંધ પૂર્ણ થઈ જશે.

You might also like