વિવાદોને ટાળવા વાઘેલાએ પકડી વિદેશની વાટ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહ વાધેલાને લઇને પણ અનેક પ્રકારના વિવાદો થઇ રહ્યાં છે. બાપુના સમર્થકોનું માનવું છે કે જો કોંગ્રેસે ભાજપને ટક્કર આપવી હશે. તો બાપુને ખુલ્લો દોર આપવો પડશે. બાપુએ પણ તે અંગે હાઇકમાન્ડ સમક્ષ આ અંગે રજૂઆત કરી હોવાની વાત સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ છે.

જોકે બાપુને યોગ્ય પ્રતિસાદ આ મામલે મળ્યો નથી. ત્યારે વાઘેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જો કે વાઘેલાએ આ બધી અટકણો પર એક મીડિયા પ્રેસકોન્ફરન્સ દ્વારા પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે કે તેઓ કોંગ્રેસમાં જ છે. રાજકારણમાં નિવૃત્તિ જેવું કાંઇ જ હોતું નથી. સાથે પોતાને સીએમ પદની દોડમાંથી પણ પોતાને અલગ કરી દીધા છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ચૂંટણી લડશે.

હાલ કોંગ્રેસમાં બાપુને લઇને અનેક અટકણો ચાલી રહી છે. કોંગ્રેસ બાપુને છોડવા માંગતી નથી. ત્યારે આ બધા વિવાદોની વચ્ચે વાધેલાએ હાલ વિદેશની વાટ પકડી છે. વાધેલાએ કહ્યું કે હું એક અઠવાડિયા માટે વિદેશમાં આયોજિત પૂર્વ-સાંસદોના આયોજનમાં ભાગ લેવા જઈ રહ્યો છું, તેમણે એમ પણ જણાવ્યું કે, ‘આ એક ખાનગી મુલાકાત છે અને તેની રાજકારણ સાથે કંઈ લેવા-દેવા નથી. હું વડાપ્રધાન મોદીની બે સૂચિત ગુજરાત મુલાકાત બાદ પરત ફરીશ. હું વિવાદને ટાળવા માંગું છું.’

http://sambhaavnews.com/

You might also like