હું જન વિકલ્પ પાર્ટીને સમર્થન આપું છું: શંકરસિંહ વાઘેલા

અમદાવાદ : કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર શંકરસિંહ વાઘેલાએ આજે ત્રીજા વિકલ્પ તરીકે જન વિકલ્પને સમર્થન આપું છું તેમ જણાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સર્વેમાં લોકોએ ત્રીજો વિકલ્પ ઇચ્છે છે. મારા જન્મ દિવસે મેં કોંગ્રેસને મુક્ત કરેલી હતી. જ્યારે ભાજપને વર્ષો પહેલા મુક્ત કરી હતી. ગુજરાતની પ્રજા ત્રીજો વિકલ્પ ઇચ્છી રહી છે. હું જન વિકલ્પને સમર્થન આપું છું. કોઇની વ્યક્તિગત ટીકા નહી કરું.

પાર્ટીઓની કામગીરીની ટીકા કરીશ. જનવિકલ્પથી ભાજપ વિરોધી મતનું ત્રીજા મોરચામાં ધ્રુવીકરણ થશે. આમ, કોંગ્રેસ છોડ્યા બાદ શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય રાજનીતિમાં જોડાયા છે. શંકરસિંહ વાઘેલાએ ત્રીજા વિકલ્પ તરીકે જન વિકલ્પ પાર્ટીની જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલા ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ટોને એકજુટ કરશે.

You might also like