દયાશંકરસિંહનાં ડીએનએમાં ગડબડ તે પોતે જ અનૌરસ સંતાન છે : બસપા ધારાસભ્ય

નવી દિલ્હી : ભાજપમાંથી હાંકી કઢાયેલા નેતા દયાશંકરસિંહ દ્વારા બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીની તુલના વેશ્યા સાથે કરવાનાં મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. તમામ નેતાઓ જ્યારે દયાશંકરની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે. ત્યારે બસપાનાં એક મહિલા ધારાસભ્યએ જ દયાશંકરની વિરુદ્ધ એવું નિવેદન આપ્યું જેનાં કારણે દયાશંકર વિવાદમાં ફસાઇ શકે છે. ધારાસભ્યએ દયાશંકરનાં ડીએનએમાં ખામી હોવાનું જણાવીને તેને ઓરમાન સંતાન ગણાવ્યા હતા.
બસપાનાં ધારાસભ્ય ઉષા ચોધીએ ગુરૂવારે કહ્યું કે, દયાશંકરસિંહે જે પ્રકારે બહેનજીની વિરુદ્ધ છે, મને લાગે છે કે તેનો પરિવાર જ આ પ્રકારનો છે જે પ્રકારની તેણે ટીપ્પણી કરી છે. મને લાગે છે કે, દયાશંકરનાં ડીએનએમાં ખરાબી છે. અને દયાશંકર પોતે અનૌરસ સંતાન છે માટે તે આ પ્રકારની નિવેદનબાજીની વિરુદ્ધ આ પ્રકારની ટીપ્પણીઓ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે દયાશંકરસિંહ ભાજપનાં ઉત્તરપ્રદેશ એકમનાં ઉપાધ્યક્ષની હેસિયતથી એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે માયાવતી પર પૈસા લઇને ટીકીટ આપવાનો આરોપ લગાવતા બસપા સુપ્રીમોની તુલના વેશ્યા સાથે કરી નાખી હતી. તેનાં આ નિવેદન બાદ જબર્દસ્ત હોબાળો થયો હતો. જેનાં કારણે ભાજપે તેને તાત્કાલીક અસરથી ઉપાધ્યક્ષનાં પદ પરથી હટાવવા ઉપરાંત 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

બીજી તરફ બસપાનાં એક નેતાએ દયાશંકરસિંહની જીભ સામે 50 લાખનાં ઇનામની જાહેરાત કરી હતી. બસપાની ચંડીગઢ યુનિટનાં ચીફ જન્નત જહાએ ગુરૂવારે કહ્યું કે જે પણ દયાશંકરની જીભ લાવીને મને આપશે તેને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.

You might also like