જાણીતા સંગીતકાર-ગાયક શંકર મહાદેવનને હાર્ટએટેક

નવી દિલ્હી: જાણીતા સંગીતકાર અને ગાયક શંકર મહાદેવનને હૃદયરોગનો હુમલો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકર મહાદેવનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમની સારવાર આ હોસ્પિટલમાં હજુ જારી છે.

શંકર મહાદેવનના પુત્ર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે વધુ પડતા થાકના કારણે આવું થયું છે. મારા પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાના પ્રથમ દિવસે જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સારું છે કે કોઇ મોટું બ્લોકેજ હતું નહીં. તેમની હાલત હવે સુધારા પર છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે એકાદ-બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મહાદેવનના પ્રવકતાઅે જણાવ્યું હતું કે તેમને છાતીમાં દુખાવો થયો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરોએ ઇસીજી અને બાકીનું ચેકઅપ કરાવવા જણાવ્યું હતું. હવે તેમની સ્થિતિ સ્થિર છે અને ટૂંક સમયમાં મુંબઇ પરત આવશે.

You might also like