અનેક રહસ્ય ધરાવતા શનિદેવ

ભગવાન સૂર્યનારાયણ અર્થાત્ સૂર્યદેવ તેમના પનોતા પુત્રનું નામ શનિદેવ છે. શનિદેવનાં માતાનું નામ છાયાદેવી છે તેમના ભાઇનું નામ યમ દેવ છે. બહેનનું નામ યમુના તથા તાપી છે તેમનું ગોત્ર કશ્યપ છે.
શનિદેવ નામ સાંભળતાં જ દિલની ધડકન એક સેકન્ડ માટે થંભી જાય છે. સૂર્યદેવના આ પુત્ર શનિદેવ સ્વભાવે ક્રૂર છે. ન્યાયરી બાબતમાં તે પિતાની શરમ પણ ભરે તેવા નથી. એક વખત પિતા સૂર્યદેવ તથા પુત્ર શનિદેવ વચ્ચે કોઇ બાબતે મતભેદ થયો. સૂર્યદેવ વગર કોઇનેય એક ક્ષણ પણ ના ચાલે. મતભેદ વધતાં શનિદેવ પોતાના પિતા સૂર્યદેવને પોતાના મુખમાં લઇ પાતાલલોકમાં ચાલ્યા ગયા. સર્વત્ર અંધકાર છવાઇ ગયો. સઘળું જગત સૂર્ય વગર નિસ્તેજ થઇ ગયું. જગત આખું દેવતાાને શરણે ગયું. દેવતાઓએ શનિદેવની
ખૂબ સ્તુતિ કરી. શનિદેવ પ્રસન્ન થયા.
તે દેવતાઓ સન્મુખ પ્રગટ થયા. દેવતાઓની વિનંતી ધ્યાને લઇ તેમણે સૂર્યદેવને
મુક્ત કર્યા.
શનિદેવ ભગવાન શંકરના પરમ પ્રિય શિષ્ય છે. શનિદેવના પરમ મિત્ર હનુમાનજી તથા કાળભૈરવ છે. શનિદેવનો રંગ કાળો છે. તેમને ચાર હાથ છે. તે કાળી વસ્તુઓના સ્વામી છે. તેઓ કાળાં વસ્ત્ર જ પહેરે છે. કાળા અડદ તેમને ભાવતું ભોજન છે અડદના બાકળા તેમને ખૂબ પ્રિય છે. ભકતો તેમના ઉપર અડદ તથા તેલ ચડાવે છે. આમ કરવાથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે. તેમના ગળામાં મુકતા માળા શોભે છે. કાનમાં સુંદર આભૂષણ છે. તેમનાં બાવડાં પ્રચંડ છે. તેમનાં સાત વાહન છે. હાથી, ઘોડાે, સિંહ, ગધેડો, હરણ, કૂતરો તથા શિયાળ.
જગતના તમામ ‌જીવ શનિદેવની વક્રદૃષ્ટિથી ત્રસ્ત રહે છે. તેમની વક્રદૃષ્ટિ પડતાં અનેક વખત નભોમંડળમાંનુંુ સપ્તર્ષિ તારકવૃંદ સ્થાનભ્રષ્ટ થયું છે. નળરાજા ઉપર શનિદેવની વક્રદૃષ્ટિ પડતાં જ તે જુગારમાં ભાઇના હાથે હારતાં રાજપાટ ગુમાવી બેઠા હતા.
શનિદેવની દૃષ્ટિ ગણેશજી ઉપર પડતાં ગણેશજીનું સુંદર મુખ કપાયું તેના સ્થાને તેમના ધડ ઉપર હાથીનું મસ્તક લગાવાયું છે. શનિદેવની કૃપાદૃષ્ટિથી મનુષ્ય રંકમાંથી રાય બને છે જો શનિ કૃદૃષ્ટિ કરે તો મનુષ્ય રાયમાંથી રંક બને છે. હનુમાનજીના ભક્ત ઉપર શનિદેવ હંમેશાં પ્રસન્ન રહે છે.
શનિ જો જન્મરાશિથી ૩, ૬ કે ૧૧ સ્થાને હોય તો આકસ્મિક લાભ થાય છે. માન સન્માન મળે છે. સજ્જનો સાથે સ્નેહ થાય છે. શુત્રુઓનો નાશ થાય છે. જો શનિ ૧, ર, ૪, પ, ૭, ૮, ૯, ૧૦ કે ૧રમા સ્થાને જન્મકુંડળીમાં હોય તો અંગપીડા થાય. વેપાર ધંધામાં નુકસાન થાય. સ્ત્રી બાળકોનાં શરીરની પીડા થાય. પરદેશ જવું પડે. શત્રુઓનું જોર વધે.
વાયુ તત્ત્વના આ ગ્રહદેવ નપુંસકતા, ગરીબાઇ, મૃત્યુના કારક છે. તેમનું બળ સંધ્યા સમયે વધે છે. તેમનું નંગ નીલમ છે. તેમની પ્રિય ધાતુ લોખંડ છે. શિશિર તેમની પ્રિય ઋતુ છે. તેઓ ચતુષ્પાદ સ્વરૂપ ધરવે છે. તેઓ નરકલોકગામી છે. પૃષ્ઠોદયી છે. તેઓ ઢીંચણ, ઉરુ, દેહ અંગે ઉપર કાબૂ ધરાવે છે. તેમનું ઉપનામ રાત્રિઅમી છે. તેની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે તેમની વિંશોત્તરી દશાનાં વર્ષ ૧૯ તથા અષ્ટાેત્તરીનાં દશ વર્ષ મનાયાં છે. શનિદેવના મિત્ર ગ્રહ બુધ, શુક્ર તથા રાહુ છે. સમગ્રહ ઉદાસીન ગ્રહ શનિદેવના ગુરુ મનાય છે તેમના
શત્રુગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ છે. વિષયોગમાં કેવળ શનિ ચંદ્રની યુતિથી જ વિષયોગ ઉત્પન્ન થાય છે. તેમના જપ ર૩૦૦૦ કરવા. શનિ બુધની યુતિ કાર્યદક્ષતા આપે છે. શનિ નબળો ચાલતો હોય
તો શિવ ઉપાસના શ્રેષ્ઠ છે.•

You might also like