30 વર્ષ બાદ ધનમાં પ્રવેશશે શનિ : જાણો કઇ રાશિને મળશે કેવુ ફળ

નવી દિલ્હી : રાજનીતિ તથા લોકશાહીનો કારગગ્રહ શનિ 26 જાન્યુઆરી સાંજે 7.33 વાગ્યે પોતાની શત્રુ રાશિ વૃશ્ચિકને છોડીને સમરાશિ ધનમાં પ્રવેશ કરશે. તે અહીં 1 મે 2019 સુધી રહેશે. જ્યોતિષિઓના અનુસાર શનિનું આ રાશિ પરિવર્તન 30 વર્ષ બાદ થશે. શનિ તેની પહેલા 18 ડિસેમ્બર 1987એ ધન રાશિમાં આવ્યો હતો. હવે પછી 8 ડિસેમ્બર 2046માં ધન રાશિમાં પ્રવેશશે.

જ્યોતિશાચાર્ય પંડિત ચંદ્રમોહન દાધીચે જણાવ્યું કે શનિનો સમરાશીમાં પ્રવેશ સામાન્ય માટે શુભ અને ફળદાયી નિવડશે. જો કે જલતત્વની રાશિ છોડીને અગ્નિ તત્વની રાશિમાં પ્રવેશ અગ્નિજનિત ઘટનાઓ વધી શકે છે. જો કે 21 જુન 2017એ શનિ વક્રી થવાથી 26 ઓક્ટોબર, 2017 સુધી 4 માસ 5 દિવસ માટે વૃશ્ચિક રાશિમાં જતો રહેશે. અત: શુભ પરિણામ પણ આપવા લાગશે.

શનિ શત્રુ રાશિમાં જવાનાં કારણે ગત્ત ડોઢ વર્ષથી શુભ પરિણામ નથી આપી શકતો હતો. હવે અર્થવ્યવસ્થાને મજબુતી મળવાની સ્થિતી મળશે.

રાશિઓ પર આ રહેશે પ્રભાવ

રાશિ પાયો ફળ
મેષ, સિંહ, વૃશ્ચિક રજત માન સન્માન તથા સુખ સમૃદ્ધીમાં વધારો
વૃષભ, કન્યા, મકર લોખંડ શારીરિક કષ્ટ તથા ધનહાનિપ્રદ
મિથુન, તુલા, મીન તાંબુ સામાન્ય ફળદાયી
કર્ક, ધન, કુંભ સુવર્ણ દોડધાન, પરિશ્રમ વધારે

 

You might also like