શનિની આ છ રાશિઓ પર પડી વક્ર દ્રષ્ટિ, થશે ખરાબ અસર

જ્યોતિષમાં શનિને પાપનો ગ્રહ કહેવામાં આવ્યો છે. શનિ સંતુલન અને ન્યાયનો ગ્રહ છે. શનિ દેવ ખોટા અને બેઇમાન લોકોને પીડા આપે છે જ્યારે ઇમાનદાર, મહેનતી લોકોને પુરસ્કાર આપે છે. જ્યોતિષોના માનવા પ્રમાણે શનિની દ્રષ્ટિ ઘણી મહત્વપૂર્ણ છે. બધા ગ્રહોમાં સૌથી વધારે તાકાતવર શનિ છે. શનિદેવ 18 એપ્રિલ 2018 બુધવારથી ધનુ રાશિમાં વક્રી થઇ ગઇ છે અને 6 ડિસેમ્બર 2018 ગુરૂવારે પુનઃ આ રાશીમાં જ માર્ગી થશે.

મેષ : શનિનું ભાગ્ય સ્થાનમાં વક્રી હોવાનું આ રાશિ માટે શુભ ફળદાયી નથી.ભાગ્યનો સાથ તમને ઓછો મળશે. આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થશે.

વૃષભ: આ સમયે તમારે કાર્યસ્થળ પર સાવધાની રાખવાની જરૂર છે. નોકરી કરનારાઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન : શનિની વક્રી હોવાના કારણે કેટલીક પરેશાનીઓનો ઉત્પન્ન થશે. આ સમયે નસીબ પણ તમને સાથ આપશે નહીં.

કર્ક : શનિની વક્રી હોવાના કારણે તમારા વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યા ઉભી થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય મામલે શનિ હાનિકારક રહી શકે છે.

સિંહ : આ રાશના જાતકો માટે શનિ ષષ્ઠમ અને સપ્તમભાવનો સ્વામી છે. આર્થિક મામલે પરેશાની જોવા મળશે.

કન્યા : શનિની વક્રી હોવાના કારણે સફળતામાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.

તુલા : શનિની વક્રીના કારણે પારિવારિક જીવનમાં સુખ-શાંતી પર નકારાત્મક અસર પડશે. ધન મામલે સચેત રહો.

વૃષિક : શનિની વક્ર હોવાની સ્થિમાં આ દરમિયાન લોકોની સહાય નહી મળે. આ સમયમાં તમારે વ્યર્થ પ્રવાસ કરવો પડશે.

ધનુ: શનિ તમારી રાશીમાં વક્રી થઇ રહ્યો છે. તમારી રાશીમાં હોવાના કારણે તમારે કારણ વગરની મુસાફરી કરવી પડશે. કાર્યક્ષેત્રમાં પણ તમે અસંતુષ્ટ રહી શકો છો.

મકર : શનિની વક્રી થવા પર આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ અપેક્ષા અનુસાર નહીં મળે. તમારા શત્રુ તમારી પરેશાનીમાં વધારો કરી શકે છે.

કુંભ : શનિની વક્રી થવાની સ્થિતિમાં તમારે પારિવારિક અને આર્થિક મોરચે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વાહન અત્યંત સાવધાનીપૂર્વક ચલાવો.

મીન : શનિની વક્રી હોવાની સ્થિમાં તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. દાંપત્ય જીવનમાં કેટલીક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારા કામ પર વધારોનો ભાર રહી શકે છે.

You might also like