શનિ શિંગણાપુર મંદિરમાં અાજે હોબાળાની શક્યતા

પૂણે: શનિ શિંગણાપુર મંદિરમાં પુરુષોને ચબૂતરામાં પ્રવેશવા પર પ્રતિબંધથી અહીંના લોકોમાં અાક્રોશ વધી રહ્યો છે. અાજે અહીં ઘમસાણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે ગૂડી પડવો અેટલે કે નવા વર્ષના અવસરે દેવતાઅોને નવડાવવાની પરંપરાનું શું થશે.

શનિશ્ચર દેવસ્થાન બચાવો કૃતિ સમિતિના અધ્યક્ષ સંભાજી દહાતોડે જણાવે છે કે સદીઅો જૂની રીત તોડવાના બદલે મંદિર ટ્રસ્ટે ભગવાન શનિના સ્નાનની પરવાનગી અાપવી જોઈઅે. અમે અા નિર્ણયની વિરુદ્ધમાં મંદિરના ચબૂતરા પર જઈને શનિને સ્થાન કરાવીશું. મહિલાઅો તરફથી અવાજ ઉઠ્યા બાદ મંદિરના ચબૂતરામાં પુરુષો પર પણ પ્રતિબંધ લગાવાયો જેથી કોઈ સરખામણી ન થાય.

અા પહેલાં અાવેલા સમાચારો મુજબ મહિલાઅો પર લાગેલા પ્રતિબંધના કારણે શનિ શિંગણાપુર મંદિરે કોઈપણ વિવાદથી બચવા ૪૦૦ વર્ષ જૂની રીત છોડવાનો નિર્ણય કર્યો હતો. નવા વર્ષના અવસરે અહીં દેવતાઅોને નવડાવવામાં અાવે છે જેમાં માત્ર પુરુષો જ સામેલ થાય છે. હવે મંદિર ટ્રસ્ટે ફેંસલો કર્યો છે કે તે પવિત્ર શિલાવાળા ચબૂતરા સુધી પુરુષોને જવાની પગવાનગી પણ નહીં અાપે.

You might also like