ટી-૨૦ વિશ્વકપ પહેલાં ઈજાગ્રસ્ત શેન વોટસન સાજો થઈ જશે

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને આશા વ્યક્ત કરી છે કે તે આગામી મહિને શરૂ થઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં ઈજામાંથી સાજો થઈ જશે. ટી-૨૦ વિશ્વકપ આઠ માર્ચથી ત્રણ એપ્રિલ દરમિયાન ભારતમાં યોજાવાનો છે. વોટસન ઓસ્ટ્રેલિયાની ૧૫ સભ્યોની ટી-૨૦માં સામેલ છે. એરોન ફિંચ, જેમ્સ ફોકનર અને નાથન કૂલ્ટર નાઇન પણ સંપૂર્ણપણે ફિટ થ‍વાની કોશિશ કરી રહ્યા છે. વોટસન ઈજા થયા બાદ યુએઈથી સવદેશ પાછો ફર્યો છે. યુએઈમાં તે પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો.

વોટસને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટને કહ્યું કે, ”હું બે સપ્તાહમાં બેટિંગ અને બોલિંગ કરી શકીશ. ઈજા ગંભીર નથી. હું ઇસ્લામાબાદમાં ત્રણ દિવસમાં ત્રણ મેચ રમ્યો. મેં ધીમી બોલિંગ કરવાની પણ કોશિશ પણ કરી હતી. મને વિશ્વાસ છે કે વિશ્વકપ સુધીમાં હું ફિટ થઈ જઈશ.”

You might also like