પોર્ન સ્ટારને ફટકારવાના મામલે વોર્નને ક્લીનચિટ

લંડનઃ સ્પિન બોલિંગના જાદુગર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન ફરી એક વાર વિવાદમાં સપડાયો છે. આ વખતે પોર્નસ્ટાર વેલેરી ફોક્સે વોર્ન પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. ફોક્સે વોર્ન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે વોર્નને આ મામલામાં ક્લીનચિટ મળી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ૪૮ વર્ષીય વોર્નની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈ આરોપ લગાવ્યા વિના તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

અગાઉ પોર્નસ્ટાર વેલેરી ફોક્સે ટ્વિટર પર આ મામલાને પોતાના ચાહકો સાથે પણ શેર કર્યો હતો, જેમાં ફોક્સે પોતાને થયેલી ઈજાની તસવીર પણ પોસ્ટ કરી હતી ફોક્સે ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું છે, ”હું જુઠ્ઠું નથી બોલી રહી. તમે મશહૂર છો એનો અર્થ એ નથી કે તમે કોઈ મહિલા સાથે મારપીટ કરીને ભાગી છૂટો.” પોર્નસ્ટાર વેલેરી ફોક્સ તાજેતરમાં લંડનની એક નાઇટ ક્લબમાં રાતના સમયે ફ્લોર પર પડેલી જોવા મળી હતી.

૩૦ વર્ષીય વેલેરી ફોક્સે આ ટ્વિટ બાદ પોતાની આંખ પર થયેલી ઈજાની તસવીર પણ શેર કરી છે. આ તસવીર સાથે તેણે ટ્વિટ કર્યું, ”એક મહિલા પર હાથ ઉપાડ્યો છે, પોતાના પર ગર્વ કરો!’ જોકે તેણે આ ટ્વિટમાં વોર્નનું નામ લખ્યું નહોતું. આ ઉપરાંત પોલીસ કાર્ડ પણ દર્શાવ્યું હતું. પોલીસ નોટમાં નજરે પડી રહ્યું હતું કે તેની ફરિયાદને વેસ્ટમિન્સ્ટરને મોકલી દેવામાં આવી છે. વોર્ન પણ એ રાત્રે આ નાઇટ ક્લબમાં જોવા મળ્યો હતો. એવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે આ દિગ્ગજ સ્પિનર વિવાદમાં સપડાયો હોય. પોતાની ક્રિકેટ કરિયર દરમિયાન પણ વોર્ન મેદાનની બહાર હંમેશાં વિવાદમાં સપડાતો રહ્યો છે. નિવૃત્તિ લીધા બાદ પણ ૪૮ વર્ષીય આ કાંગારું સ્પિનર કોઈ ને કોઈ વિવાદ ખડો કરતો રહે છે.

You might also like