એન્ટિગા ટેસ્ટ : વેસ્ટ ઇન્ડીઝ 243 રન પર ઓલઆઉટ, ભારતે કર્યું ફોલોઓન

એન્ડટગા : મોહમ્મદ શમી અને ઉમેશ યાદવના બોલિંગ આક્રમણ સામે વિન્ડીઝના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારતાં ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં 243 રન પર ઓલઆઉટ થઇ ગયું હતું. આમ 243 રન પર ઓલઆઉટ થતાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને ફોઓલન કર્યું હતું. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગ્સમાં એક વિકેટના નુકસાન પર 21 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનાર બ્રેથવેટ ફકત 2 રને ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. ઇશાંત શર્માએ તેને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.

ભારત તરફથી મહોમ્મદ શમીએ 66 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવે 41 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ભારત પ્રથમ ઇનિંગ્સને લઇને 323 રનની મજબૂત લીડ મેળવી ચુક્યું છે. આ અગાઉ ભારતે સુકાની વિરાટ કોહલીની ડબલ સેન્ચુરી અને આર. અશ્વિનની 113 રનની ઇનિંગ્સને લઇને આઠ વિકેટે 566નો વિશાળ સ્કોર કરી ડિકલેર કર્યું હતું.

શમી અને યાદવ સિવાય અમિત મિશ્રાએ 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માને કોઇ સફળતા મળી નહોતી. તો ભારતીય સ્પીનર આર. અશ્વિન પણ વિકેટ લઇ શક્યો નહોતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઓપનર બ્રેથવેટે સૌથી વધુ 74 રન અને વિકેટકીપર બેટસમેન શેન ડોરિચે અણનમ 57 રન બનાવ્યા હતા. વીન્ડીઝની ઇનિંગ્સ ત્રીજા દિવસે લંચ અગાઉ જ લડખડાતી જોવા મળી હતી. શમીએ ડેરેન બ્રાવોને 11 રન આઉટ કરી દીધા પછી વીન્ડીઝની સમયાંતરે વિકેટ પડતી રહી હતી.

You might also like