શક્તિસિંહ ગોહિલ આજે શહેરમાં કોંગ્રેસ માટે સભા સંબોધશે

અમદાવાદ: કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ આવતી કાલે તા.૧૮ નવેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર કરી સભાને સંબોધશે.  જેના અંતર્ગત શક્તિસિંહ ગોહિલ સાંજે છ કલાકે આદિનાથનગર, જડેશ્વર મંદિર, અંબા માંના મંદિર પાસે વસ્ત્રાલ-ઓઢવ ખાતે, સાંજે સાત કલાકે દક્ષિણી ચોક, મણિનગર રેલવે ક્રોસિંગ પાસે, મણિનગર ખાતે, રાત્રે આઠ કલાકે વિઠ્ઠલ મંદિર, ભાઈપુરા, હાટકેશ્વર ચાર રસ્તા પાસે, હાટકેશ્વર ખાતે અને રાતે નવ કલાકે જોધપુર વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટે જાહેરસભાને સંબોધીને સ્થાનિક ઉમેદવારોનો પ્રચાર કરશે.

You might also like