એક સાથે ચાર ખાન ઇનસ્ટાગ્રામ પર!

મુંબઇઃ  ઇનસ્ટાગ્રામ પર એક સાથે ચાર ખાનના ફોટાને ખૂબ જ લાઇક મળી રહી છે. જો કે આ ચાર ખાનમાંથી માત્ર એક જ ખાનનો બોલિવુડ સાથે સંબંધ છે. અહીં વાત થઇ રહી છે શાહરૂખ ખાન એન્ડ ફેમિલાની ચાર ખાનની. એ તો સૌ કોઇ જાણે છે શાહરૂખ ખાન તેના પિતા અને તેના બાળકોની ખૂબ જ નજીક છે. ત્યારે હાલમાં જ ઇસ્ટાગ્રામ પર શાહરૂખ ખાને તેના પિતા અને તેના બંને પુત્રોની એક એડિટેડ ફોટો શેર કરી છે. જેને તેના ફેનફોલવર્સે ખાસ્સી લાઇક આપી છે.

પોતાના પિતા મીર તાજ મોહમ્મદ ખાન સાથે તેના પુત્રો આર્યન અને અરબાઝની એક સુંદર એડિટેડ ફોટો શેર કરી છે. આ સુંદર ફોટો શેર કરવા સાથે શાહરૂખે લખ્યું છે કે આ આંખો ઘણી બધી  ભાષાઓથી ભરેલી છે. કોશિષ કરી રહ્યો છું કે દરેક આંખ જે કહેવા માંગે છે તે વાંચી શકું.

શાહરૂખે માત્ર 15 વર્ષની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેથી જ જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે પોતાના પિતાની ઉપલબ્ધી અને તેમના દ્વારા શીખવાડવામાં આવેલી વિવિધ બાબતોની ચર્ચા કરતો રહે છે.

The eyes r full of language…trying to read what each one is saying…

A photo posted by Shah Rukh Khan (@iamsrk) on

You might also like