શાહરુખ, માધુરી અને તબ્બુને મળ્યો Oscar ક્લાસનું આમંત્રણ

બૉલીવુડની ઘણી પ્રસિદ્ધ હસ્તીઓ માટે 2018ની ઓસ્કર એકેડમીથી આમંત્રણ આવ્યું છે. ઓસ્કાર એકેડેમીએ શાહરૂખ ખાન, નસીરુદ્દીન શાહ, તબુ, માધુરી દીક્ષિત જેવા અનેક કલાકારોને આ વિશેષ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મોકલ્યું છે.

બોલીવુડના ડિરેક્ટર્સ આદિત્ય ચોપરા, ગુનિત મોંગા અને સંગીત કલાકારો ઉષા ખન્ના અને સ્નેહા ખાનવિલકરને પણ ઓસ્કાર ક્લાસનું આમંત્રણ આપ્યું છે. માહિતી મુજબ શાહરુખ ખાન, સૌમિત્ર ચેટર્જી, નસીરુદ્દીન શાહ, તબુ, માધુરી દિક્ષીત ઉપરાંત અલી ફઝલ અને અનિલ કપૂરને પણ ઓસ્કર ક્લાસમાં જોડાવા માટે આમંત્રણ અપાયું છે. આ જાહેરાત ઓસ્કરની સત્તાવાર વેબસાઇટ ‘એકેડેમી ઓફ મોશન આર્ટ્સ એન્ડ સાયન્સીઝ’ પર સોમવારે કરવામાં આવી હતી. ઓસ્કાર એકેડેમીના આમંત્રણમાં ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ અને શ્વેત, અશ્વેત રંગો અને વિવિધ રંગોના લોકો આ ઉજવણી માટે વધુ લોકોનો સમાવેશ કરવાની યોજનાનો આ એક ભાગ છે.

એટલું જ નહીં, ઓસ્કાર્સની આ ઈંવિટાશન લિસ્ટમાં ફિલ્મ દબંગના એડિટર બાલુ સલૂજા, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને ડોલી આહલુવાલિયા, સિનેમેટોગ્રાફર અનિલ મહેતા, પ્રોડકશન ડિઝાઈનર સુબ્રતા ચક્રવર્તી અને અમિત રે પણ છે.

આ ઓસ્કર ઇવેન્ટમાં રજૂ કરેલા એક નિવેદન મુજબ, જેઓ આમંત્રણ સ્વીકારે છે તે ફક્ત એકેડેમીની 2018 સભ્યપદનો ભાગ બવી શકે.

You might also like