સુરક્ષામાં ઘટાડો કરતાં શું કહ્યું શાહરૂખે સાંભળો..

કોલકાતા: મજાકીયા સ્વભાવને કારણે ઓળખાતો બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની સિક્યોરિટીમાં ઘટાડો થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. મુંબઇ પોલીસ દ્વારા શાહરૂખ ખાની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન જ્યારે શાહરૂખને સવાલ કરવામાં આવ્યો કે તેમની સુરક્ષામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો તેમને કેવું લાગી રહ્યું છે. તો શાહરૂખે કહ્યું કે, ‘હું ખુબ જ મિસ કરું છું. હું દિવસમાં એક વખત તેમને ફોન કરું છું. તેઓ પુરી અને ભાત લાવતા હતા અને અમે લોકો સાથે મળીને જમતા હતા.’

નોંધનીય છે કે, મુંબઇ પોલીસે શાહરૂખ અને આમીરની સિક્યોરિટી ઘટાડીને અન્ય હસ્તીઓને સિક્ટોરિટી આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આમીર અને શાહરૂખ પર ખતરાનો કોઇ પણ ભય નહીં હોવાથી તેમણે આ નિર્ણય કર્યો હતો.

પોલીસની નવી સુરક્ષા વ્યવસ્થા અનુસાર હવે શાહરૂખ અને આમીર સાથે બે શિફ્ટમાં માત્ર બે-બે સશસ્ત્રધારી સિપાહીઓ હશે. આ પહેલાં બંને અભિનેતાઓને 24 કલાક માટે ચાર સશસ્ત્ર સિપાહી આપવામાં આવ્યા હતા અને એક ઇસ્કોટ વાહન પણ આપવામાં આવ્યું હતું. જ્યારે શાહરૂખને આ વિશે વારંવાર પુછવામાં આવ્યું ત્યારે કંટાળીને તેણે કહ્યું કે આ કેવા પ્રકારના સવાલ છે.

You might also like