Appleના સીઇઓ ટીમ કુક માટે શાહરૂખે કર્યું પાર્ટીનું આયોજન

મુંબઇઃ Appleના સીઇઓ ટીમ કુક ભારતના પ્રવાસે છે. ટીમે ઘણા એપ અને નવી ટેકનોલોજી સંબંધીત બાબતો અંગે જાહેરાત કરી છે. તેઓ આ પ્રવાસ દરમ્યાન પીએમ મોદીને પણ મળવાના છે. જો કે પીએમ મોદીને મળતા પહેલા ટીમ કુક બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને મળવાના છે.

શાહરૂખ ખાને ટીમ માટે તેમના મુંબઇ સ્થિત ઘરે એટલે કે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન કર્યું છે. ટીમે ભારત આવતા પહેલાં શાહરૂખને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેથી જ શાહરૂખે ટીમ માટે પાર્ટીનું આયોજન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે શાહરૂખ દ્વારા ટીમ માટે આજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી શાહરૂખના નજીકના મિત્રો શામેલ થશે. હાલ ટીમ મુંબઇમાં છે અને ત્યાંથી તે હૈદ્રાબાદ અને દિલ્હી જશે.

You might also like