5 વર્ષના અબરામે રિક્રિએટ કર્યો શાહરુખની ફિલ્મ DDLJનો આ સુપરહિટ સીન

શાહરુખ ખાન આ દિવસો યુરોપમાં કૌટુંબિક રજા માણી રહ્યો છે. ઝીરો ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યા બાદ, શાહરૂખ આર્યન, સુહાના, અબરામ સાથે વેકેશન પર નિકશ્યો છે.

વેકેશનના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર ગૌરી ખાન દ્વારા શેર કરવામાં આવ્યા છે. પરંતુ કિંગ ખાનના નાના નવાબ અબરામનો એક વાયરલ બની ગયું છે. આ વિડિઓમાં અબરામે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનો એક દ્રશ્ય રિક્રએટ કર્યો છે, જે 23 વર્ષ પહેલાં 1995માં રિલીઝ થઈ હતી.

આ DDLJનો આ હિટ દ્રશ્ય છે જેમાં શાહરૂખ કબૂતરને ખવડાવતો દેખાય છે. ફેન પેજથી અબરામનો શેર કરેલો આ વિડિયો ખુબ ચર્ચાય રહ્યો છે. આ વિડિયોની સરખામણી શાહરુખના સુપર હિટ દ્રશ્ય સાથે થઈ રહી છે.

છેલ્લા દિવસોમાં, શાહરૂખ ખાન સાથે અબરામના ઘણા ફોટા ચર્ચામાં રહ્યા છે. જ્યાં તેણે કેમેરા જોયો ત્યાં તેના સુપરસ્ટાર પાપા જેવો દેખાય છે. જાણીતા સ્ટાર કિડ્સમાંનો એક, અબરામ હજી ખુબ નાનો છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનની એક ફિલ્મમાં તેણે મહેમાન ભૂમિકા આપીને બોલીવુડમાં ડેહ્યુ કર્યું હતું.

 

2014માં અબરામે તેનો બોલીવુડ ડેબ્યુ શાહરુખ ખાનની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’માં થયું હતું. ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ના અંતમાં અબરામ જોવા મળ્યો હતો. ફિલ્મના અંતમાં, શાહરુખ એક નાના બાળક સાથે નૃત્ય કરતો જોવા મળ્યો હતો, તે બાળક અબરામ હતો.

You might also like