હવે ‘રઈસ’નો રાજ ઠાકરેઅે નહિ, પરંતુ સંઘે વિરોધ કર્યો

મુંબઈ: ૨૫ જાન્યુઅારીઅે સવારે રિલીઝ થઈ રહેલી શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘રઈસ’ને કોઈ પણ જાતની તકલીફ ન પડે, કોઈ વાંધો ન ઉઠાવે તે માટે કિંગ ખાન રવિવારે એમએનએસના રાજ ઠાકરેને મળ્યો હતો, જોકે રાજ ઠાકરે તો માની ગયા, પરંતુ હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ સામે લડવાનો વારો અાવ્યો છે.

‘રઈસ’ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરુખ સાથે લીડ રોલમાં છે. અગાઉ એમએનએસએ અા ફિલ્મનો િવરોધ કર્યો હતો. એમએનએસ દ્વારા ફિલ્મ રિલીઝ સમયે કોઈ અાકરાં પગલાં લેવામાં ન અાવે તેની શાહરુખે તકેદારી રાખી અને રાજ ઠાકરેને મળ્યો. રાજ ઠાકરે લગભગ માની પણ ગયા, પરંતુ હવે શાહરુખ સામે એક નવી મુશ્કેલી અાવી ચડી છે.

અારએસએસ શાહરુખ માટે એક નવી મુસીબત લઈને અાવ્યો છે. અારએસઅેસના કાર્યકર્તાઅો દ્વારા ‘રઈસ’ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકવામાં અાવે તે પ્રકારના મેસેજ વાઈરલ કરી દેવાયા છે. સંઘના તમામ કાર્યકર્તાઅોને વોટ્સઅેપના એક ગ્રૂપથી જોડી રાખવામાં અાવ્યા છે. અારઅેસઅેસના એક સિનિયર અધિકારીઅે જણાવ્યું કે ‘શાહરુખની ફિલ્મ સામે અમારો વિરોધ નથી, પરંતુ અા ફિલ્મ જે વ્યક્તિની લાઈફ પરથી બની છે તેની સામે અમારો િવરોધ છે. જે દિવસે ફિલ્મનું ટ્રેલર અાવ્યું તે દિવસથી જ અમે અમારી ઝુંબેશ શરૂ કરી દીધી છે.’ ગુજરાતની દારૂબંધીનો ગેરલાભ લઈને લોકોને નશાની લત લગાડનાર અબ્દુલ લતીફ સામે કોમી રમખાણો દરમિયાન ૧૪ કેસ નોંધાયા હતા. અાવી વ્યક્તિને ફિલ્મમાં હીરો બનાવીને રજૂ કરવામાં અાવે તે યોગ્ય નથી. અાવા લોકોને ફિલ્મમાં અાઈડિયલ બનાવાય અે દેશદ્રોહ જેવો જ ગુનો છે. અત્યારે અમે શાંતિથી ઝુંબેશ ચલાવીઅે છીએ. ફિલ્મ રિલીઝ થાય અે પહેલાં જરૂર પડશે તો ફિલ્મ ઉગ્ર બનાવીશું.

સંઘ ઉપરાંત બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ માને છે કે અા પ્રકારની વ્યક્તિને હીરો બનાવીને ફિલ્મમાં ન દર્શાવવી જોઈઅે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયાઅે અા અંગે કંઈ પણ કોમેન્ટ કરવાનો ઇન્કાર કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like