તો આ હીરો સાથે શાહરૂખની સુહાનાને લોન્ચ કરશે કરણ

મુંબઇઃ શાહરૂખ ખાન હંમેશા કહે છે કે તેની પુત્રી અભિનેત્રી બનવા માંગે છે. ત્યારે હવે આ વાત સાચી પડી ગઇ છે. ગઇ કાલે કરણ જોહરના ઘરે શાહરૂખની પુત્રી સુહાના એક બોલિવુડ હીરો સાથે જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે કરણ જોહર તે હીરો સાથે સુહાનાને લોન્ચ કરવાનું વિચારી રહ્યો છે. સુહાના હવે 17 વર્ષની થઇ ગઇ છે. તેથી જ હવે સુહાના ફિલ્મમાં ડેબ્યુ કરવા માટે તૈયાર થઇ ગઇ છે.

sidharth-malhotra3આજકાલ સુહાના વિવિધ ઇવેન્ટમાં એકલી જ આવી રહી છે. થોડા દિવસ પહેલાં સુહાના એકલી જ વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ મેચ જોવા ગઇ હતી. જ્યારે કરણ જોહરના ઘરે પણ તે એટલી હઇ છે. ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આલિયા ભટ્ટ બાદ હવે કરણ સુહાનાને સિદ્ધાર્થ મલહોત્રા સાથે ફિલ્મમાં કાસ્ટ કરવા જઇ રહ્યો છે. શાહરૂખે થોડા દિવસો પહેલાં જ સુહાનાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સ્કૂલ પ્લેમાં એક્ટિગ કરતી જોવા મળી રહી હતી. ત્યારે હવે સુહાનાના ઓફિશ્યલ ડેબ્યુની હવે બહુ રાજ જોવી નહીં પડે.

http://sambhaavnews.com/

You might also like