શાહરુખે કહ્યું: સેલિબ્રિટી સમજી વિચારીને પ્રોડક્ટની જાહેરાત કરે

નોઇડા: શાહરુખ ખાન તેની અાગામી ફિલ્મ ફેનના પ્રમોશન માટે નોઇડા પહોંચ્યો. અહીં તેણે સેલિબ્રિટીઝને સલાહ અાપી કે કોઈપણ પ્રોડક્ટને એન્ડોર્સ કરતાં પહેલાં તેને ચેક અને ક્રોસ ચેક પણ કરી લેવી. જો કે તેણે અેવું પણ કહ્યું કે સેલિબ્રિટી પ્રોડક્ટની ક્વોલિટી માટે સંપૂર્ણ રીતે જવાબદાર ન ઠેરવી શકાય.

મીડિયાઅે શાહરુખને એન્ડોર્સમેન્ટને લઈને સવાલ કર્યા. તેના જવાબમાં શાહરુખે કહ્યું કે સેલિબ્રિટી પાસે કોઈપણ પ્રોડક્ટની મર્યાદિત જાણકારી હોય છે. જેમ કે હું જાણતો નથી કે હું જેની જાહેરાત કરું છું તે કાર કેવી રીતે ચાલે છે પરંતુ એન્ડોર્સમેન્ટ પહેલાં કંપની અને તેના અનુભવોની તપાસ જરૂર કરવી જોઈઅે.

શાહરુખે કહ્યું કે તે સ્ટારની જવાબદારી હોય છે કે કોઈપણ પ્રોડક્ટને એન્ડોર્સ કરતાં પહેલાં માત્ર ચેક નહીં ક્રોસ ચેક પણ કરે. તેણે એમ પણ કહ્યું કે પહેલાં ઘણી ઇન્સ્ટિટ્યૂટ અા કામ કરે છે. સ્ટાર્સ તો બહુ પછી કામ કરે છે. તેણે કહ્યું કે જો હું કોઈ એક પ્રોડક્ટ પર અાઈઅેસઅાઈનો માર્ક જોઉં છું તો માની લઉં છું કે અા સારી પ્રોડક્ટ છે અને તેને ચેક કરાઈ હશે.

દેશમાં લાંબા સમયથી ચર્ચાઅો ચાલી રહી છે કે શું સ્ટાર્સ કે સેલિબ્રિટીને કોઈપણ પ્રોડક્ટની ખરાબ ક્વોલિટી કે સર્વિસ માટે સંપૂર્ણ જવાબદાર માની શકાય. ગયા વર્ષે મેગી નુડલ્સના ક્વોલિટી ચેકમાં ફેર થયા બાદ અમિતાભ બચ્ચન, પ્રીતિ ઝિન્ટા અને માધુરી દીક્ષિત વિરુદ્ધ કેસ કરાયા હતા. અા દરમિયાન ફૂડ અેન્ડ કન્ઝ્યુમર મિનિસ્ટર રામવિલાસ પાસવાને કહ્યું હતું કે સેલિબ્રિટીઅે મેગી નૂડલ્સને એન્ડોર્સ કરતાં પહેલાં વિચારવું જોઈતું હતું. તેમણે સ્ટાર્સને પણ દોષી માન્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીના એક િરયલ એસ્ટેટ ગ્રૂપ સાથે કરારને લઈને િવવાદ ચાલી રહ્યો છે.

You might also like