શાહરુખ ખાનની કાર નવોદિત ફોટોગ્રાફરના પગ પર ચડી ગઈ

મુંબઈ: અાલિયા ભટ્ટના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા ગયેલા શાહરુખ ખાન સાથે ફોટો પડાવવાનો પ્રયત્ન કરતા એક નવોદિત ફોટોગ્રાફરનો પગ શાહરુખ ખાનની ગાડીનાં પૈડાં નીચે અાવી ગયો. અા ઘટના બનતા જ શાહરુખ ખાન તરત જ કારમાંથી ઊતર્યો અને પોતાના બોડીગાર્ડને ફોટોગ્રાફરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાનો અાદેશ અાપ્યો. શાહરુખે તે વ્યક્તિના ઇલાજનો ખર્ચો પણ ઉઠાવ્યો.

સૂત્રોઅે જણાવ્યું કે ફોટોગ્રાફર તેના પ્રોફેશનમાં નવો હતો અને કિંગ ખાનને જોઈને થોડો વધુ રોમાંચિત થઈ ગયો. અા દરમિયાન તેને પણ ખ્યાલ ન રહ્યો કે શાહરુખની ગાડી સ્લો મોશનમાં છે અને તે દુર્ઘટનાનો શિકાર બન્યો. જો કે શાહરુખે તરત જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો.

ગાડીની સ્પીડ વધુ ન હતી તેથી મોટી દુર્ઘટના થતાં બચી ગઈ. ઘટનાને નિહાળનાર એક વ્યક્તિઅે જણાવ્યું કે જ્યારે કાર ફોટોગ્રાફરના પગ પર ચડી ગઈ ત્યારે શાહરુખ જાતે જ ગાડીમાંથી નીચે ઊતર્યો અને તેની ટીમ ફોટોગ્રાફરને પોતાની જ ગાડીમાં નાણાવટી હોસ્પિટલ લઈ ગઈ. ફોટોગ્રાફરનો જો કે વધુ ઇજા થઈ ન હતી. કાર નાણાવટી હોસ્પિટલમાં જવા નીકળી ત્યાર બાદ જ શાહરુખ અાલિયાની બિલ્ડિંગમાં દાખલ થયો.
http://sambhaavnews.com/

You might also like