‘રઇસ’ ફરીથી આવ્યો અમદાવાદ : કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્યું શુટિંગ

અમદાવાદ : ગુજરાતનાં 80નાં દાયકાનાં ડોન લતીફ ઉપર બહુચર્ચિત ફિલ્મ રઇસનાં શુટિંગ માટે બીજી વખત ગુજરાતમાં આવ્યો છે. આ વખતે તે અમદાવાદ ખાતે શુટિંગ માટે આવ્યો ત્યારે એરપોર્ટ પર કેમેરામાં કેદ થયો હતો. સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પરથી તે સીધો જ અમદાવાદ નજીક આવેલ વાસરડા ગામ ખાતે શૂટિંગ માટે ગયો હતો. તો બીજી તરફ અમદાવાદમાં આવેલ દિવાન બંગ્લો ખાતે પણ ફિલ્મનાં બીજા દ્રશ્યોનું શુટિંગ ચાલી રહ્યું છે. જો કે દિવાન બંગ્લોને મુખ્યમંત્રી કાર્યાલય તરીકે દર્શાવાયો છે. આ બંગ્લોમાં માત્ર નવાજુદ્દીની સિદ્દીકીનાં દ્રશ્યોનું જ શુટિંગ કરવાનું છે. નવાજુદ્દીન આ ફીલ્મમમાં પોલીસ અધિકારીનાં રોલમાં છે.
શાહરૂખ ખાન અગાઉ કચ્છમાં પણ શુટિંગ માટે ગુજરાતમાં આવી ચુક્યો છે. જો કે અસહિષ્ણુતાનાં મુદ્દે બોલી ચુકેલા શાહરૂખ ખાનને શુટિંગ દરમિયાન કચ્છમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેનાં કારણે અમદાવાદનાં બીજા તબક્કાનાં શુટિંગને શેડ્યુલ ખોરવાયું હતું. જેનાં કારણે શાહરૂખ પરત મુંબઇ ફર્યો હતો. આજે તે ફરીથી અમદાવાદ આવ્યો હતો અને વાસરડા ગામ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શુટિંગ કર્યું હતું. જો કે આ શુટિંગ કેટલા દિવસો ચાલશે તે અંગે ખોંખારીને કોઇ વ્યક્તિ કાંઇ પણ કહેવા માટે તૈયાર નથી.
લત્તીફાં જીવન પર બની રહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન લતીફનાં રોલમાં છે જ્યારે નવાજુદ્દીન સિદ્દીકી એક પોલીસ અધિકારીનાં રોલમાં જોવા મળશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે આ ફિલ્મની સંપુર્ણ સ્ક્રીપ્ટ બે ગુજરાતી પત્રકારો દ્વારા લખવામાં આવી છે જેનાં આધારે આખી ફિલ્મ બની રહી છે.

You might also like