શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે કેટરીના

કેટરીના કૈફ ખૂબ જ જલદી શાહરુખ ખાનના લીડ રોલવાળી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળશે. તાજેતરમાં તેણે આ ફિલ્મને લઇ ઘણી મજેદાર વાતો કરી છે. તેણે કહ્યું કે પહેલાં આ ફિલ્મમાં હું ઝીરોવાળો રોલ કરવાની હતી ત્યારે ફિલ્મનું નામ ‘કેટરીના મેરી જાન’ હતું અને શાહરુખ ખાન ફિલ્મનો હિસ્સો બનવાનો ન હતો.

તેનો મતલબ એ છે કે કિંગ ખાનની એન્ટ્રી બાદ કેટરીનાનો રોલ અને ફિલ્મનું નામ બદલાઇ ગયું. એવું કહેવાય છે કે જે પણ થાય છે તે સારા માટે થાય છે, કેમ કે શાહરુખ ખાનને આ અંદાજમાં જોવાનું તેના ફેન્સને ખૂબ જ ગમી રહ્યું છે. હવે બધાંને ફિલ્મના ટ્રેલરની રાહ છે. હવે જોવાનું એ છે કે કેટરીના અને અનુષ્કા આ ફિલ્મમાં કેવા રોલમાં જોવા મળે છે.

આનંદ એલ. રાયના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ડિસેમ્બર-૨૦૧૮માં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે શાહરુખ, કેટરીના અને અનુષ્કાની આ ત્રિપુટી ૨૦૧૨માં આવેલી ‘જબ તક હૈ જાન’ બાદ ફરી એક વાર જોવા મળશે. ઘણા લાંબા સમયથી કેટરીનાની ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી છે, પરંતુ છેલ્લી ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’એ હિટ ફિલ્મના તેના ઇંતેજારને પૂરો કરી દીધો.

સલમાન અને કેટરીના બંને માટે આ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ છે. આ ફિલ્મે ૩૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી દીધો છે. કેટરીનાએ કહ્યું કે આ સલમાન અને અલીની સૌથી મોટી હિટ ફિલ્મ અને મારા માટે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. એક ટીમના રૂપમાં અમે ખુશ છીએ કે આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું.•

You might also like