શાહરૂખ-અનુષ્કાનું ‘જબ હેરી મેટ સેજલ’ નું ટ્રેલર રિલીઝ

મુંબઇ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. એ પહેલા આ ફિલ્મના 4 નાના નાના ટીઝર્સ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અનુષ્કા પોતાની ખોવાયેલી વીંટી શોધતી નજરે જોવા મળી રહી છે. તો બીજી બાજુ શાહરૂખ ખાન ગુજરાતી ડિશેજને યાદ કરતો નજરે જોવા મળે છે. ટ્રેલરમાં શાહરૂખ અને અનુષ્કાની વચ્ચે નોકઝોક જોવા મળી રહી છે.

ફિલ્મમાં હેરી એટલે કે શાહરૂખ ખાન પંજાબી બોયની ભૂમિકામાં છે તો બીજી બાજુ અનુષ્કા, સેજલ નામની ગુજરાતી છોકરીના કેરેક્ટરમાં જોવા મળશે. લોકો ફરીથી એક વખત શાહરૂખ અને અનુષ્કાની જોડીને જોવા માટે આતુર છે.

જો કે આ ફિલ્મના ગીતો અત્યાર સુધી દરેક લોકોના મોઢે ચઢી ગયા છે. યૂથમાં ફિલ્મના ગીતો પસંદ કરવામાં આવી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like