કળા મહત્વની છે, કલાકાર નહીંઃ શાહરુખ

શાહરુખ ખાન અાજે એક સુપરસ્ટાર છે, પરંતુ તેના સ્ટારડમના લીધે અાજે તેને વિવિધ પ્રકારનાં પાત્રોની અોફર થતી નથી. શાહરુખ કહે છે કે સ્ટારડમના કારણે હું પ્રતિબંધિત નથી થયો, પરંતુ અાટલી ઊંચાઈઅે પહોંચ્યા બાદ મને એવું લાગે છે કે હવે મને િવવિધ પ્રકારનાં પાત્રોની અોફર મળતી નથી. હું જુદા જુદા ડિરેક્ટર સાથે ફિલ્મ માટે મિટીંગ કરું છું ત્યારે તેઅો મને કહે છે કે અાપણે ખૂબ જ મોટી ફિલ્મ બનાવીશું. હું ફિલ્મ શરૂ કરું તે પહેલાં જ ફિલ્મો ખૂબ મોટી બની જાય છે. પહેલાં લોકો મને એવું કહેતા કે અાપણે ફિલ્મ બનાવીશું. અાજે લોકો મારા સ્ટારડમના લીધે અમુક બાબતો કરી શકતા નથી, જોકે ક્યારેક અા તેમનું બહાનું પણ હોય છે.

સ્ટારડમના કારણે તમારી કાર‌િકર્દી પર પણ અસર થાય છે. તમારી ફિલ્મે ૧૦૦ કરોડ કે ૨૦૦ કરોડની કમાણી કરવી જ જોઈઅે એવું લોકો વિચારે છે. મને ‘ફેન’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવી ફિલ્મોની અોફર મળી ત્યારે મેં કોઈ પણ સવાલ કર્યા વગર એ ફિલ્મ સાઈન કરી હતી, કેમ કે મને અોફબિટ ફિલ્મો કરવી ગમે છે, પરંતુ મારી સાથે લોકો માત્ર કોમર્શિયલ ફિલ્મો બનાવવા ઇચ્છે છે, જોકે દોષ તેમનો નથી. તેમના વિચારો સારા છે. હું પણ એક પ્રોડ્યૂસર છું અને જો હું કોમર્શિયલ ફિલ્મો બનાવતો હોઉં તો લોકો મારી સાથે કોમર્શિયલ ફિલ્મો બનાવવા ઇચ્છે તેમાં કંઈ ખોટું નથી. શાહરુખ કહે છે કે મારા માટે અાર્ટ મહત્ત્વની છે, અાર્ટિસ્ટ નહીં. કલાકારો પાણીને જે કલરમાં નાખવામાં અાવે અે રીતે પોતાના કલરમાં બદલાવ લાવવા માટે સક્ષમ હોવા જોઈઅે. જ્યારે પણ કોઈ એક્ટર એમ કહે કે મારું પાત્ર અા લાઈન નહીં બોલે ત્યારે મને તે યોગ્ય લાગતું નથી. હું અાજે પણ મારો ડિરેક્ટર જે કહે તે કરવા મારાથી બનતા તમામ પ્રયત્નો કરવા તૈયાર હોઉં છું, કેમ કે હું એક કલાકાર છું. •
visit : www.sambhaavnews.com

You might also like