મને સંબંધો નિભાવતાં અાવડતું નથીઃ શાહરુખ ખાન

૫૦ની ઉંંમર પાર કરવા છતાં અાજે પણ શાહરુખ ખાનનો જલવો જળવાયેલો છે. થોડા સમય પહેલાં તેની ફિલ્મ ‘રઇસ’ રિલીઝ થઈ ત્યારે તેનું સ્ટારડમ પણ જોવા મળ્યું. શાહરુખ ખાન એક ફેમિલી મેન તરીકે અોળખાય છે. તે તેના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. શાહરુખ ખાનનો નાનો પુત્ર અબરામ તેના પિતા માટે સ્ટ્રેસ બસ્ટર છે. અભિનેતા તરીકે તેણે અત્યાર સુધી ‘બાજીગર’, ‘બાદશાહ’, ‘ફેન’ જેવાં ઘણાં શીર્ષકોને સાકાર કર્યાં છે. શાહરુખ કહે છે કે હું ખુદને પાત્રોની સાથે જોડવાના બદલે મારી ફિલ્મો સાથે જોડું છું. મને યાદ છે, એક વાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ખૂબ જ સારું લાગે છે, જ્યારે રસ્તા પર લોકો તમને તમારા અસલી નામના બદલે તમારાં પાત્રોનાં નામથી અોળખે. મારી ફિલ્મ ‘બાદશાહ’ એટલી ચાલી ન હતી, પરંતુ તેનું શીર્ષક એવું હતું કે લોકોઅે મને બાદશાહ ખાનના નામે બોલાવવાનું શરૂ કરી દીધું.
શાહરુખની કરિયરમાં પહેલી વાર એવું બન્યું, જ્યારે લોકો તેને ‌‘બાજીગર, બાજીગર’ કહીને બોલાવવા લાગ્યા.

અભિનયની વાત કરું તો ‘બાજીગર’ ફિલ્મ મારા દિલની નજીક હતી. મને તે કરવામાં ખૂબ જ અાનંદ અાવ્યો હતો. મેં ‘ફેન’ ફિલ્મ પણ ખૂબ એન્જોય કરી. ‘રઇસ’માં કામ કરવાનું મારા માટે મજેદાર રહ્યું. અામ તો અર્બન હીરોનો રોલ ભજવું છું. મેં ‘ચાહત’ અને ‘રબ ને બના દી જોડી’ છોડીને સ્મોલ ટાઉન કેરેક્ટર કર્યાં નથી. અે પાત્રો થોડાં કોમર્શિયલ જ રહ્યાં. ‘રઇસ’ એક રિયલ ઝોનની ફિલ્મ હતી. અા ફિલ્મના રોલ માટે મેં મારા અવાજ પર કામ કર્યું. તેની ભાષા પર મહેનત કરી. હું જરા પણ સામાજિક નથી. મને સંબંધો નિભાવતાં અાવડતું નથી અથવા એમ પણ કહી શકો કે સંબંધો નિભાવવાનો મારી પાસે સમય નથી. મારાં માતા-િપતા સમય કરતાં વહેલાં ચાલ્યાં ગયાં હતાં. તેથી કદાચ હું સંબંધો નિભાવતાં શીખી શક્યો નહીં. હું ક્યારેય મારા કોઈ મિત્રને પણ પૂછી શકતો નથી કે તને શું દુઃખ છે. મને અાવું બધું અાવડતું નથી. હું મારા મિત્રો સાથે પણ ખૂલી શકતો નથી. •
http://sambhaavnews.com/

You might also like