શાહરૂખ ખાન પર રેલવેની સંપત્તિને નુકશાન પહોંચાવાનો કેસ દાખલ

મુંબઇઃ હિંદી ફિલ્મના સુપરસ્ટાર શાહરૂખ ખાન પર કથિત રીતે હોબાળો કરવાનો અને રેલવેની સંપત્તિને નુકશાન પહોંચાડવાનો મામલો દાખલ થયો છે. શાહરૂખ પોતાની ફિલ્મ રઇસના પ્રમોશન માટે ટ્રેનમાં નિકળ્યો હતો. દરમ્યાનમાં કોટા રેલવે સ્ટેશન પર હોબાળો થયો હતો અને ભારતીય રેલવે સંપત્તિને ખૂબ જ નુકશાન થયું હતું. જે અંગે માહિતી GRP અધિકારીએ આપી છે. રેલવે કોર્ટના નિર્દેશ પર GRPએ મંગળવારે રાત્રે શાહરૂખ ખાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રેલવે કોર્ટે રેલવે સ્ટેશન પર સ્ટોલ લગાવનાર એક વેપારીની અરજી પણ આ સૂચના આપી છે. પોતાની ફરિયાદમાં વિક્રમ સિંહે આરોપ લગાવ્યો છે કે 23 જાન્યુઆરીએ જ્યારે શાહરૂખ પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોટા આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. જેને કારણે રેલવેની સ્ટોલને નુકશાન પહોંચ્યું હતું. રઇસ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એકસ્પ્રેસમાં મુંબઇથી દિલ્હી ગયો હતો. તેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો રેલવે સ્ટેશન પર આવ્યાં હતા.

http://sambhaavnews.com/

You might also like