કેટરિનાનો ‘ઝીરો’નો FIRST LOOK આવ્યો સામે, શાહરુખ-અનુષ્કાએ શેર કર્યો PHOTO

શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફે કેટરિનાનો ‘ઝીરો’નો પ્રથમ લુક સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી. શાહરૂખ અને અનુષ્કા બંનેએ તેમના Instagram એકાઉન્ટ પર કેટરિનાનો આ લકુ શેર કર્યો છે. ચાલો તમને જણાવી દઈએ કે 16મી જુલાઇએ કેટરિના પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહી હતી. તેનો લુક આ ખાસ દિવસે શેર કરવામાં આવ્યો હતો.

 

ફોટોમાં, કેટરિનાની પાછળ તેના બૉડીગાર્ડ્સ અને તેની આગળ કેમેરામેનની જોવા મળ્યા હતા, જેમાં તે તેઓ ફોટા લેતા દેખાઈ રહ્યા છે. કેટરિના ફોટોમાં ગંભીર લાગે છે. અહેવાલો અનુસાર, કેટરિના ફિલ્મમાં એક હેરોઇનની ભૂમિકામાં છે.

 

આ ફિલ્મમાં શાહરૂખ એક વામન (dwarf) છે અને મળતી માહિતી મુજબ, અનુષ્કા એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં છે. કેટરિના અને અનુષ્કાએ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આ વર્ષે 21 ડિસેમ્બરે રિલીઝ થવી જઈ રહી છે.

 

આ વર્ષે ઇદના દિવસે ખાસ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાન પણ જોવા મળ્યો હતો.

You might also like