શાહિદ અબ્બાસી પાકિસ્તાનનાં 28માં વડાપ્રધાન બન્યા

ઇસ્લામાબાદ : પીએમએલએ-એનનાં જાહેર કરાયેલા સભ્ય શાહિદ ખાન અબ્બાસીની પસંદની પાકિસ્તાનનાં 28માં વડાપ્રધાન તરીકે થઇ છે. શાહિદખાન કુલ 221 મત્ત સાથે પાકિસ્તાનનાં 28માંવડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.આ સાથે તેઓ પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો પદભાર સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે મંગળવારે પાકિસ્તાનની એસેમ્બલીનાં સ્પીકર અયાઝ સાદિક દ્વારા આ અંગેની ઔપચારિક જાહેરાત કરી હતી.

ઔપચારિક જાહેરાત બાદ પીએમએલ-એનનાં રિસોર્ટ ખાતે નવા પસંદ થયેલા વડાપ્રધાન અને નવાઝ શરીફનાં ટેકેદારો દ્વારા ઉજવણી કરવાની સાથે સાથે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન શરીફને અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ મમનુન હુસૈન દ્વારા તત્કાલ રીતે પાકિસ્તાનમાં સત્ર બોલાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા વડાપ્રધાન શરીફનું પનામા પેપર કાંડમાં નામ આવ્યા બાદ તેમને દોષીત ઠેરવવામાં આવ્યા હતા. જેનાં કારણે તેઓ વડાપ્રધાન પદ માટે અયોગ્ય થયા હતા.

You might also like