ફિલ્મ “ઉડતા પંજાબ”નું ટાઇટલ ટ્રેક રિલીઝ

મુંબઇઃ શાહિદ કપૂરની આગામી ફિલ્મ “ઉડતા પંજાબ”નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. ગીતમાં શાહિદ હિપ હોપ સ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. “ઉડતા પંજાબ”નું આ ગીતે એક પાર્ટી સોંગ છે. આ ફિલ્મમાં શાહિદ હિપ હોપ સિંગર અને રેમ્પ સ્ટારના કિરદારમાં છે.

હૂડી સ્ટાઇલ આઉટફિટમાં નશામાં ચૂર થઇને શાહિદ ગીતમાં મદમસ્ત જોવા મળી રહ્યો છે. આ ગીતને વિશાલ દદલાની અને અમિત ત્રિવેદીએ ગાયું છે. ગીતમાં રેપ વિશાલ દદલાનીએ કર્યું છે. જ્યારે આ ગીતને બોસ્કો માર્ટિસે કોર્યોગ્રાફ કર્યું છે. અભિષેક ચોબેની આ ફિલ્મમાં શાહિદ સાથે કરીના, આલિયા અને દલજીત દોસાંજા પણ લીડ રોલમાં છે.

You might also like