શાહિદ કપૂરે કર્યો ખુલાસો, કહ્યુ, ‘મારા કપડાં પહેરીને સૂઇ જાય છે મીરા’

728_90

બોલિવુડના હૉટ કપલ શાહિદ અને મીરા પોતાના ઇન્ટવ્યૂઝમાં પોતાના સિક્રેટ્સ શૅર કરતાં બિલ્કુલ ખચકાંતા નથી, આ કપલ એકબીજાની સાથે ફ્રેન્ડ્ઝની જેમ ઝઘડે છે અને એકબીજાની કૅર કરતાં પણ જોવા મળે છે. ઘણાં ચેટ શો અને ઈન્ટરવ્યૂમાં બંને એકબીજાની મજાક ઉડાવતાં પણ જોવા મળ્યા છે.

હાલમાં જ શાહિદે પોતાની મેરિડ લાઇફને લઇને એક ચેટ શોમાં વૉડ્રોબથી લઇને બેડરૂમ સિક્રેટ્સ પણ શૅર કર્યા હતા, શાહિદે જણાવ્યુ કે, ”અમે જે ઘરમાં રહીએ છીએ તે અમારા લગ્નના 6 મહિના પહેલા બન્યું હતું. જેના કારણે આ ઘરમાં કોઈ ફીમેલ વૉડ્રોબ નથી.”

એટલું જ નહીં ચેટ શો દરમિયાન શાહિદે બેડરૂમ સિકેટ્સને સવાલનો જવાબ આપતા કહ્યુ કે, ”મીરા મારા કપડાં પહેરીને સૂઇ જાય છે. ”

શાહિદે આગળ જણાવ્યુ કે, ”મીરા પાસે મારા કરતાં વધારે ફૂટવેર્સ છે. મીરા પાસે એટલા બધા ફૂટવેર્સ છે કે તે મારા શૂઝ રાખવાની જગ્યામાં પણ તેના શૂઝ મૂકે છે.”આ પહેલી વખત નથી જ્યારે કપલે પોતાના બેડરૂમ અને સેક્સ લાઇફને લઇને વાત કરી હોય, આ પહેલા પણ ચેટ શોમાં મીરાએ શાહિદ અને તેની ગર્લફ્રેંડ્સથી લઈને સેક્સ લાઈફ સુધી ખુલાસા કર્યા છે.

You might also like
728_90