…તો આ છે શાહીદ અને મીરાની પુત્રીનું નામ

મુંબઇ: બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાએ થોડાક સમય પહેલા જ બેબી ગર્લને જન્મ આપ્યો છે. બધા રાહ જોતા હતાં કે તેની બેબીનું નામ શું હશે હવે આ નામ પરથી પદડો ઊઠી ગયો છે અને બેબી ગર્લનું નામ છે મીશા.

શાહિદના નામના પહેલા ત્રણ શબ્દો અને મીરાના પહેલા બે અક્ષરનું નામ મિક્સ કરીને આ નામ પાડ્યું છે. શાહીદ અને મીરાના લગ્ન ગત વર્ષ નવી દિલ્હીમાં એક ખાનગી જગ્યાએ કર્યા હતા. મી અને શા (MI(RA) અને (SHA(HID)

જ્યારે મીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે શોહીદ પોતે તેની છોકરીને ખોળામાં ઊચકીને હોસ્પિટલની બહાર નિકળ્યો હતો. ત્યારે તેની છોકરી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પરંતુ હતુ સુધી શાહિદને તેની પુત્રીનો ચહેરો જોવા મળ્યો નથી.

You might also like