શા‌હિદે-મીરાંના પુત્ર ઝૈનની પહેલી તસવીર મીડિયા સામે આવી

મુંબઇ: શા‌હિદે કપૂર અને મીરાં રાજપૂત એક બેબી બોયનાં પેરેન્ટ્સ બની ગયાં છે. આ કપલેે પોતાના પુત્રનું નામ પણ નક્કી કરી લીધું છે. હવે શા‌હિદે અને મીરાંના નવજાત બાળકની તસવીર સામે આવી છે. બાળકને જન્મ આપ્યા બાદ મીરાંને ગઇ કાલેે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી.

મીરાં નવજાતને ઊંચકીને ચાલી રહી હતી જ્યારે પતિ શા‌હિદે કપૂર પુત્રી મિશાને તેેડીને ચાલતો હતો. આ દરમિયાન પરિવાર ખૂબ જ ખુશ દેખાતો હતો. તેમણે હસતાં હસતાં કેમેરા માટે પોઝ પણ આપ્યા. મીરાં બ્લૂ  જિન્સ તેમજ બ્લૂ અને વ્હાઇટ લાઇનિંગના ટોપમાં દેખાઇ. જ્યારે શા‌હિદે કેજ્યુઅલ કપડાંમાં હતો.

મીડિયા માટે આ કપલે ભલે ઘણી તસવીરો પડાવી, પરંતુ મીરાં આ દરમિયાન નાનકડા બાળકની આંખોને કેમેરાની ફ્લેશ લાઇટથી બચાવતી રહી. મીરાં અને શા‌હિદે ટિ્વટ કરીને જણાવ્યું કે તેમણે તેમના નવજાત પુત્રનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. પોતાના ઘરે આવેલા આ નવા મહેમાનથી શા‌હિદે ખૂબ જ ખુશ છે.

તેણે શુભેચ્છાઓ આપનાર લોકોનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે અમને એવું લાગે છે કે અમારો પરિવાર પૂરો થયો છે. શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા માટે તમારાં બધાંનો આભાર. અમે ખૂબ જ ખુશ છીએ.

You might also like