આફ્રિદી શા માટે છંછેડાયો? BSFએ તેના આતંકી ભાઈને ઠાર માર્યો હતો

ઈસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ અાફ્રિદીના કાશ્મીર મુદ્દેના નિવેદનની ભારતમાં ચોમેરથી ટીકા થઈ રહી છે. કેટલાય ક્રિકેટરોએ તેના પર વળતો પ્રહાર કર્યો છે, જોકે શાહિદ અાફ્રિદીએ કાશ્મીરને લઈ પ્રથમ વાર વિવાદી નિવેદન કર્યું છે એવું નથી. શાહિદ અાફ્રિદી આ પ્રકારના વિવાદી નિવેદન સતત કરી રહ્યો છે, કારણ કે તેનું પણ કાશ્મીર કનેક્શન છે.

ભારત, પાકિસ્તાન અને કાશ્મીર સાથે શાહિદ અાફ્રિદીના સમુદાય આફ્રિદીનું કનેક્શન છેક આઝાદી વખતનું છે. ૧૯૪૭માં કાશ્મીરનું રજવાડું અને તેના રાજા હરિસિંહ વિરુદ્ધ આફ્રિદી સમુદાયે શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો અને તેમાં ઘણી લૂંટફાટ મચી ગઈ હતી. આ લડાઈમાં ૬,૦૦૦થી વધુ પાકિસ્તાની સમર્થક આફ્રિદી સમુદાયના લોકોએ જીવ ગુમાવ્યા હતા. કદાચ હારનો ખટકો પણ આજે આફ્રિદી સમુદાયમાં રહ્યો છે, જેના કારણે શાહિદ અાફ્રિદી કાશ્મીર પર નિવેદન જારી કરે છે.

બીજી એક વાત એ બહાર આવી છે કે શાહિદ અાફ્રિદીનો પિતરાઈ ભાઈ શાકીબ હરકત-ઉલ-અંસારનો ત્રાસવાદી હતો. કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ભારતીય સેના સાથેની અથડામણમાં તેનું મોત થયું હતું. સપ્ટેમ્બર- ૨૦૦૩માં બીએસએફના હાથે મરાયા પહેલાં શાકીબે બે વર્ષ સુધી કાશ્મીરમાં આતંક મચાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર યુવાનોને જોડવા માટે અને પોતાના આતંકી સંગઠનને મજબૂત કરવા માટે શાકીબ શાહિદ અાફ્રિદીના નામનો ઉપયોગ કરતો હતો અને તેની સાથેના પોતાના સંબંધો અંગે બધાંને જણાવતો હતો, જોકે શાકીબના મોત પર મીડિયાના સવાલ અંગે શાહિદ અાફ્રિદીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર ખૂબ મોટો છે અને કોણ તેનો પિતરાઈ ભાઈ છે તેમજ કોણ શું કરે છે તેની મને ખબર નથી.

જમ્મુ-કાશ્મીરમાં અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આતંકવાદી વિરોધી ઓપરેશનમાં માર્યા ગયેલા ૧૩ આતંકીઓ અંગે ટ્વિટ કરીને શાહિદ અાફ્રિદીએ લખ્યું હતું કે કાશ્મીરમાં આઝાદીના અવાજને દબાવવા આવી રહ્યો છે અને નિર્દોષોને મારી નાખવામાં આવી રહ્યા છે.

You might also like