શાહીબાગના રજનીગંધા ટાવરમાં છ દુકાનોને સીલ મારી દેવાયાં

અમદાવાદ: આજે વહેલી સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ શાહીબાગ વોર્ડમાં આવેેલા રજનીગંધા ટાવરમાં ત્રાટકયા હતા. આ ટાવરમાં તંત્રે ફાયર સેફટીની એનઓસીને મામલે છ દુકાનને સીલ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો મધ્ય ઝોનના ઇન્ચાર્જ એસ્ટેટ અધિકારી રમેશ દેસાઇ કહે છે કે શાહીબાગ વોર્ડના રજનીગંધા ટાવરમાં વાણિજ્યિક તેમજ રહેણાક પ્રકારની મિકસ મિલકત છે. જે પૈકી હાઇકોર્ટના આદેશ મુજબ વાણિજ્યિક મિલકતો સામે આજે સીલિંગ કાર્યવાહી કરાઇ છે.

રાજસ્થાન હોસ્પિટલ રોડ પરના રજનીગંધા ટાવરમાં કુલ ૧૦ વાણિજ્યિક મિલકત હોઇ છ વાણિજ્યિક મિલકત ફાયર સેફટીની એનઓસી ન હતી. આ અંગે તંત્રે ગત તા.૧૯ ઓકટોબર અને તા.રર નવેમ્બરે નોટિસ ફટકારીને ફાયર એનઓસી મેળવવા અને વપરાશ બંધ કરવાની તાકીદ કરી હતી. જોકે તંત્રની નોટિસની અવગણના કરતાં આજે સવારે ૬-૦૦ વાગ્યે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રજનીગંધા ટાવરની છ દુકાનને આજે વહેલી સવારે કોર્પોરેશનનાં તાળાં લાગી જતાં ફાયર એનઓસીને મામલે બેદરકારી દાખવનારા વેપારીઓમાં ગભરાટ પ્રસરી ગયો છે.

home

You might also like