રેગ્યુલર દહીં વડામાં આ છે નવી ફલેવર ‘શાહી દહીં વડા’

સામગ્રી :

અડદ દાળ – 200 ગ્રામ, કિશમિસ – 25, કાજૂ  – 15 (નાના ટુકડાઓમાં કાપેલા), રિફાઇન્ડ ઓઇલ – એક કપ, લીલી કોથમરીની ચટણી – અડધો કપ, લાલ મરચું – એક ટી સ્પૂન, ચાટ મસાલા પાવડર – બે ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, બદામ – એક ટેબલ સ્પૂન (નાના  ટુકડાઓમાં કાપેલા), માવો – બે ચમચી (છીણેલું), દહીં – ચાર કપ, આંબલીની ચટણી – અડધો કપ, જીરું પાવડર – 2 ચમચી

બનાવવાની રીત :

અડદ દાળને ધોઇને રાત આખી પલાળીને રાખો. પછી સવારે પાણીમાંથી નીકાળી મિક્સરમાં નાંખી પાણી વગર ઘાટું પેસ્ટ બનાવી લો. એક બાઉલમાં કાજૂ, કિશમિશ, માવો અને બદામ નાંખીને મિક્સ કરો.

પછી તેમાં ડાલ નાંખીને સારી રીતે મિક્સ કરો અને થોડું – થોડું મિક્સર કરી તેને ફલેટ બનાવી લો. એક તપેલીમાં તેલ ગરમ કરો અને આ વડાને બંને સાઇડથી બ્રાઉન થા ત્યાં સુધી ફ્રાઇ કરી લો. પછી એક બાઉલમાં દહીને સારી રીતે સ્મૂધ થવા સુધી ફેટ લો.

એક બાઉલમાં પાણી ગર્મ કરો અને તેમાં ફ્રાય કરેલા વડાને 20 મીનિટ સુધી પલાળી દો. ત્યારબાદ નરમ હાથથી તેમાંથી પાણી નિચોવી દહીંમાં નાંખો. દહીં વડામાં ઉપરથી લીલી-ચટણી, આંબલીની ચટણી અને જીરૂનો પાવડર, લાલ મરચું અને ચાટ મસાલા નાંખીને સર્વ કરો.

You might also like