શાહરૂખ, સલમાન અને આર્યને સાથે કર્યું સાઇકલિંગ

મુંબઇઃ સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતાને બે વર્ષ પૂરા થવાના છે. ત્યારે સમયની સાથે સાથે બંને દિગ્ગજોની મિત્રતા મજબુત થઇ રહી છે. ક્યારેક સોશ્યીલ મીડિયા પર બંને એકબીજાના વખાણ કરે છે. તો ક્યારેક એકબીજાની ફિલ્મને પ્રમોટ કરે છે. એટલું જ નહીં પાર્ટી અને ઇવેન્ટમાં પણ બંનેની જોડી ખૂબ જ રંગ જમાવે છે. ત્યારે તેમની દોસ્તીનો નજારો હાલમાં જ મુંબઇના રસ્તાઓ પર પણ જોવા મળ્યો છે.

સલમાન, શાહરૂખ અને શાહરૂખનો પુત્ર આર્યન ખાન મુંબઇના રસ્તાઓ પર સાઇકલ ચલાવતા જોવા મળ્યા છે. શાહરૂખે સાઇકલ રાઇડિંગની કેટલીક તસ્વીરો ટવિટર પર શેર કરી છે. શાહરૂખે ટવિટર પર લખ્યું છે કે ભાઇ ભાઇ ઓન બાઇક બાઇક, પ્રદૂષણ નહીં ભાઇ કહીં રહ્યાં છે માઇકસ લાલ સાઇકલ લાલ.

salman-1

ત્રણયેની સાઇકલિંગ કરતી ફોટોગ્રાફ્સ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

You might also like