શાહરુખે દિકરી સુહાનાના 18માં જન્મદિવસ પર કર્યું વિશ, કહ્યું…

જો શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે, તેની સાથે તે પોતાના 3 બાળકો માટે એક કેરીંગ ફાધર પણ છે. શાહરુખે ખાસ તેની પુત્રી સુહાનાની 18મી વર્ષગાંઠ પર સોશ્યિલ મીડિયા પર વિશ કર્યું હતું. સુહાનાનો જન્મદિવસ 22મી મેના રોજ હતો અને શાહરુખે Instagram પર સુહાનાનનો એક સુંદર ફોટો શેર કર્યો હતો.

શાહરૂખે સુહાનાનો એક બેલે ડાન્સ કરતો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે હવામાં ઉછાળતી દેખાય છે. શાહરુખે આ ફોટો પર કેપ્શન લખ્યું હતું કે, “દરેક દીકરીની જેમ, મને ખબર છે કે તું ઉડાન ભરવા માટે બની છે … અને હવે તું કાયદેસર એ કામ કરી શકીશ કે જે તું 16 વર્ષની ઉંમરથી કરી રહી છે. લવ યુ. ‘ જો કે, શાહરૂખે સ્પષ્ટ કર્યું નથી કે તે એવી કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યો છે જે તે હવે કાનૂની રીતે કરી શકશે.

 

તમને જણાવી દઈએ કે શાહરૂખની પત્ની ગૌરી ખાને પણ તેની પુત્રી સુહાનાનો એક સુંદર ફોટો શેર કર્યો હતો. તેણે પણ સુહાનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

 

Gearing up for a birthday bash… Thanks @karanjohar Pic credits: @avigowariker

A post shared by Gauri Khan (@gaurikhan) on


આ વખતે, શાહરુખ તેમની આગામી ફિલ્મ ઝિરોની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.

You might also like