શાહરૂખ ખાન ખાનગી લોકેશન પર માહિરા સાથે કરશે ‘રઇશ’નું શૂટિંગ

મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ માંથી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને દૂર કરવામાં નથી આવી. હાલમાં જ ઉરી હુમલા બાદ પાક કલાકારો પર બેનની વાત ચાલી રહી છે, ત્યારે ખબર હતી કે શાહરૂખની ફિલ્મ ‘રઈસ’ માં પાક અભિનેત્રી માહિરા ખાનને લેવામાં આવશે નહીં.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફિલ્મના પ્રોડ્યૂસર્સ રિતેશ સિધવાણી, ફરહાન અખતર, શાહરૂખ ખાન અને ડાયરેક્ટર રાહુલ ધોળકિયાનું માનવું છે કે ફિલ્મ 26 જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે, ત્યાં સુધીમાં આ મુદ્દો ઠંડો પડી જશે.

માહિરા ખાનના કેટલાક સીનની શુટિંગ પહેલા જ કરી દેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી શુટિંગ અબૂધાબીમાં થશે. માહિરાખાને શાહરૂખ ખાન સાથે અલગ અલગ લોકેશન પર 20 દિવસની શુટિંગ પહેલા જ પૂર્ણ કર્યું છે. હાલમાં શાહરૂખ ખાન આલિયા સાથે આવનારી ફિલ્મ ‘ડિયર જિંદગી’ધ્યાન આપી રહ્યો છે.

You might also like