10 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે કામ કરશે અનિતાભ અને શાહરુખ

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન ફિલ્મ નિર્માતા સુજોય ઘોષની ફિલ્મ માટે ફરી એક વાર એક સાથે આવી રહ્યા છે. ફિલ્મનું નામ ‘બદલા’ છે અને તે ક્રાઈમ-રોમાંસ ફિલ્મ છે. જો કે, શાહરૂખ આ ફિલ્મમાં અભિનય કરતો જોવા મળશે નહીં. તે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. ફિલ્મમાં તાપસી પન્નુ પણ છે.

સુજોયે, એક મુલાકાતમાં કહ્યું હતું કે, “જ્યારે તમારી ફિલ્મમાં અમિતાભ બચ્ચન જેવા અભિનેતા હોય, ત્યારે તમે લડાઈના પ્રથમ ભાગ જીતી ચુક્યા છો. હું તેમને નિર્દેશિત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું થોડા સમય માટે તાપસી સાથે પણ કામ કરવા ઈચ્છતો હતો. આ તેના માટે પર્ફેક્ટ વાર્તા છે. મારો ઉત્સાહ હવે ડબલ છે કારણ કે શાહરૂખ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. મને આના કરતા સારી ટીમ મળશે તેવી આશા ન હતી. હવે કામ માટેનો સમય આવી ગયો છે.’

સુજોયે અમિતાભ સાથે ‘અલાદિન’ અને ‘તીન’ નું નિર્દેશન કર્યું છે. અમિતાભ અને શાહરુખે છેલ્લે વર્ષ 2008માં ‘ભુતનાથ’માં સાથે મળીને કામ કર્યું હતું. બદલા સ્પેનિશ ફિલ્મ ‘ધ ઇનવિઝિબલ ગેસ્ટ’ ની રિમેક છે.

 

14 જૂનના રોજ, અમિતાભે તેના ટ્વિટર હેન્ડલ પર શૂટિંગની શરૂઆત વિશે માહિતી આપી હતી. અમિતાભ અને તાપસીએ અગાઉ ફિલ્મ પિંકમાં કામ કર્યું છે.

You might also like