એકતા કપૂરે જ્યારે શાહરૂખ ખાનને કહ્યું I Love You….

ટીવી સિરિયલ ‘કસોટી જિંદગી કે 2’ નો જ્યાં દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે ત્યારે શો ની મેકર્સ એકતા કપૂર પણ તેની ઉત્સુકતા વધારી રહી છે. એકતા કપૂર રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શો સાથે જોડાયેલી જાણકારી શેર કરી રહી છે.

હવે ફરી તે આમ કરી રહી છે. એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે શાહરૂખ ખાન સાથે નજર આવી રહી છે. તેને કેપ્શનમાં લખ્યું છે કે ઓકે, હવે તે નવા અનુરાગ અને પ્રેરણાના નામની જાહેરાત કરી રહી છે. આ હું અને શાહરૂખ ખાન છીએ.

એકતા કપૂરે આમ લખીને દરેકને એકસમયે અંચબામાં મુકી દીધા હતા. જો કે એકતા કપૂરે આગળ લખ્યું છે કે તે માત્ર મજાક કરી રહી છે. તે માત્ર ‘કસોટી જિંદગી કે 2’ ની નવી લોન્ચ તારીખની જાહેરાત કરી રહી છે. આ સિરિયલ 25 સપ્ટેમ્બરથી ઓન એર કરવામાં આવશે.

વીડિયોમાં બતાવામાં આવ્યું છે કે એક પાર્ટીમાં શાહરૂખ ખાન અને એકતા કપૂરની મુલાકાત થાય છે ત્યારબાદ એકતા કપૂર તેને પોતાના નવા શો ‘કસોટી જિદંગી કે 2’ની વાત કરવા લાગે છે. શાહરૂખ ખાન તેને પુછે છે કે તે આટલી રોમાન્સ અને પ્રેમની વાતો કરી રહી છે તો તેની જીંદગીમાં પણ કોઇ છે કે શું. તેના પર શરમાતા એકતા કપૂર કહે છે કે I Love You.

You might also like